Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
આગમવિશારદ', “આગમમર્મજ્ઞ' ઈત્યાદિ જે - જે વિશેષણો પ્રયોજેલા છે તે પ્રસ્તુત મહાપ્રજ્ઞજી માટે અર્થહીન સાબિત થાય છે. આ વાતની સહુએ ગંભીરતાથી નોંધ લેવી જ રહી. “આગમાનુસાર વીજળી આદિને સજીવ માનનારા આપણે સત્ય માર્ગે/પરમાત્માના માર્ગે જ છીએ” એવી પ્રતીતિ હવે વધુને વધુ દઢ બની રહી છે.
મૂર્તિપૂજક જૈન સંઘના જે આચાર્ય ભગવંતોને હું ક્યારેય રૂબરૂ મળેલ નથી તેઓ તરફથી પણ પ્રસ્તુત પુસ્તિકાની પ્રથમ આવૃતિ વિશે સુંદર અભિપ્રાયો અને વિસ્તૃત ઉપબૃહણા કરતા તથા પ્રોત્સાહન આપતા પત્રો આવ્યા. સ્થાનકવાસીઅંચલગચ્છીય સાધુ-સાધ્વીજી વગેરેના પણ વિદ્યુતપ્રકાશ અને ઈલેક્ટ્રીસીટી-બન્નેની સજીવતા અંગે સ્વીકૃતિ વ્યક્ત કરતા પત્રો મળ્યા. શાસન માટે, શાસ્ત્રીય તત્ત્વોની રક્ષા માટે, ભાવી મહા અનર્થોને ટાળવા માટે દરેકના અંતઃકરણમાં કાંઈક કરી છૂટવાની તમન્ના તરવરતી જણાઈ. જિનશાસન પ્રત્યેની વફાદારીના દરેકમાં દર્શન કરીને ખૂબ પ્રમોદ અનુભવ્યો. સામાચારી અને પ્રવૃત્તિ વિભિન્ન હોવા છતાં પ્રાયઃ દરેક સમુદાયના ગચ્છાધિપતિશ્રીઓ, વરિષ્ઠ આચાર્ય ભગવંત વગેરેનો એકમત પ્રાપ્ત થયો છે કે “ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ - આ બન્ને સજીવ જ છે. તેઉકાય જીવ જ છે' આ મુદ્દાએ મૂર્તિપૂજક તપગચ્છ, અંચલગચ્છ જૈન સંપ્રદાયના પ્રાય: તમામ ગચ્છાધિપતિશ્રીઓનો/વરિષ્ઠ આચાર્યોનો/પ્રભાવકોનો એકમત જાણી સઘળા પાપભીરુ જિનશાસનપ્રેમીઓના અંતઃકરણ પ્રસન્ન બને તે સ્વાભાવિક છે.
સોનામાં સુગંધ મળે તેમ પાકા પાયે તપાસ કરાવતાં જાણવા મળેલ છે કે “સ્થાનકવાસી જૈનસંઘમાં પણ (૧) સાધુમાર્ગી જૈન શ્રાવક સંઘ - આચાર્યશ્રી રામલાલજી મ.સા. (૨) વર્ધમાન સ્થાનકવાસી જૈનસંઘ – જ્ઞાનગચ્છ સંપ્રદાય - ચંપાલાલજી મ.સા. (૩) દરીયાપુરી સ્થાનકવાસી સંપ્રદાય (૪) વટવાલા સ્થાનકવાસી સંપ્રદાય, (પ) ગોંડલ સ્થાનકવાસી સંપ્રદાય, (૬) કચ્છ આઠકોટિ નાની પક્ષ (૭) લીંબડી સ્થાનકવાસી સંપ્રદાય (૮) ખંભાત સ્થાનકવાસી સંપ્રદાય પણ ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશને સજીવ માને છે.”
તે જ રીતે તેરાપંથી આચાર્યશ્રી રંગલાલજી સ્વામી તથા તેમના શિષ્ય શ્રી બસન્તીલાલજી સ્વામીનું મંતવ્ય પણ “ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ સજીવ છે.' આ પ્રમાણે જાણવા મળેલ છે. વર્તમાનમાં તેમના અનુયાયી પાપભીરુ તેરાપંથી અનેક શ્રાવક-શ્રાવિકાઓ પણ ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુપ્રકાશને સજીવ જ માને છે તથા સામાયિક-પ્રતિકમણ આદિમાં લાઈટ-પંખો, એ.સી., ટી.વી. વગેરેનો ઉપયોગ નથી જ કરતા. ટુંકમાં સુવિધા-સગવડ સુખશીલતાને ફગાવી જીવરક્ષાના પરિણામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org