Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ઈન્ટરનેટના માધ્યમથી મળી શકે તેવી સામગ્રી એક નિકટના શ્રાવક પાસેથી મેળવી. આગમો, આગમઆધારિત શાસ્ત્રો, યુક્તિ અને મોર્ડન સાયન્સ - આ ચારેયનો સમન્વય કરીને તૈયાર થયેલ વિદ્યુતપ્રકાશસંબંધી લખાણને આગમનિષ્ણાત પૂ.પંન્યાસપ્રવરશ્રી પુણ્યરત્નવિજયજી મ.સા. અને મહાતાર્કિક પૂ.પં શ્રી યશોરત્નવિજયજી મ.સા. તથા સાયન્સનિપુણ પૂજ્ય મુનિરાજ શ્રી અજયસાગરજી મ.સા.- આ મહાપુરુષોએ તપાસીને, યોગ્ય સૂચનો જણાવીને પ્રસ્તુત પુસ્તિકાની ઉપાદેયતામાં વધારો કર્યો છે. પૂજ્યપાદ દેશનાદક્ષ આચાર્યદેવશ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ પ્રાજ્ઞશિરોમણિ આચાર્યદેવશ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન આચાર્યદેવશ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા., પૂજ્ય આગમવિદ્ મુનિરાજ શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા. વગેરે તરફથી અનેક કિંમતી સૂચનમાર્ગદર્શન પ્રોત્સાહન પણ મળ્યા. આ માટે ઉપરોક્ત તમામ મહાપુરુષો-મહાત્માઓ-ધર્માત્માઓનો ખૂબ આભારી છું.
આગમ, આગમઆધારિત શાસ્ત્રો, યુક્તિ અને વિજ્ઞાનનું સંતુલન જાળવીને તથા અધિકૃત સંયમીઓ પાસે પરિમાર્જન કરાવીને તૈયાર થયેલી પુસ્તિકામાં કયાંય પણ સ્કૂલના જણાય તો સુજ્ઞો અવશ્ય મને નીચેના એડ્રેસે જણાવી શકે છે.
પ્રસ્તુત પુસ્તિકાના માધ્યમથી કોઈને હલકા ચીતરવાનો લેશ પણ આશય નથી. પરંતુ વર્તમાન શ્રીસંઘ ઈલેક્ટ્રીકસીટી અને વિદ્યુતપ્રકાશની સજીવતાનો નિ:સંદિગ્ધપણે હૃદયથી સ્વીકાર કરીને સમ્યગ્દર્શન નિર્મળ બનાવે, યથાશક્તિ તેઉકાયના જીવોની રક્ષા કરે, સાધુ-સાધ્વીવર્ગ વિદ્યુતપ્રકાશ આધારિત સાધનોનો વપરાશ કરીને મહાવ્રતને દૂષિત ન કરે તથા વિરાધનાની પરંપરાને ન લંબાવે - આ જ એક વિશુદ્ધ આશય રહેલો છે. વિજ્ઞ વાચકવર્ગ મારા સઆશયને ન્યાય આપી વહેલા પરમ પદને સંપ્રાપ્ત કરે એ જ મંગલકામના. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
- લેખક ૧. મુનિ યશોવિજય, C/o. કલ્પેશભાઈ વી. શાહ, આર. અશોકકુમાર એન્ડ કું., ૮૬, અજન્ટા કોમર્શીયલ સેન્ટર, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪. ટે.નં. ૭૫૪૦૨૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org