Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ૫૧ ઉપર વિદ્વાન મુનિરાજશ્રીએ અનેક આગમપાઠોના આધારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ વિદ્યુતને વિશદ રીતે સમજાવી કેવલ સ્વકલ્પનાથી વિદ્યુતને અચિત્ત કહેવાના પ્રયાસને રદિયો આપ્યો છે. આગળ વધતાં પૃ.૭૯-૮૧ ઉપર નિશીથસૂત્રના પાઠો દ્વારા અને પૃ.૮૮૯૦ ઉપર તત્ત્વાર્થસૂત્રવૃત્તિના સંદર્ભો આપી અગ્નિ અને તેના પ્રકાશની સજીવતા સિદ્ધ કરાઈ છે. જેમ અપકાયનો વરસાદ થતો હોય તેમાં જવાય નહિ તે જ રીતે જ્યાં (અગ્નિ,દીવો, બલ્બ વિગેરેના પ્રકાશ સ્વરૂપ) અગ્નિકાયનો વરસાદ ચાલુ હોય ત્યાં કઈ રીતે જવાય ? (જુઓ પૃષ્ઠ-૮૫) શાસ્ત્રીય મર્યાદા એ છે કે અન્ય સ્થાન ન હોવું વગેરે કારણસર તેઉકાયના પ્રકાશમાં બેસવું પડે તો કામળી ઓઢી, કોઈ પણ ચેષ્ટા કર્યા વગર સ્થિર બેસીને મનમાં શાસ્ત્રચિંતન કરવું. કેવી છે શાસ્ત્રીય મર્યાદા ? અને શું આજની સ્થિતિ ? દરેકે આ વાત સૂક્ષ્મતાથી વિચારવા જેવી છે. આમ વિર્ય મુનિરાજશ્રીની આ લાજવાબ પુસ્તિકા-વિદ્યુતમાં સજીવતાની સિદ્ધિ માટે એક અનન્ય-અનુપમ આધાર બની રહેશે. ઘણા દાયકાઓથી આ બાબતની જે શંકાઓ ચાલતી આવી છે તે શંકાઓનું સમ્યક્ અને સચોટ રીતે સમાધાન, આગમજ્ઞાન અને વિજ્ઞાનનો સુમેળ કરીને, આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે. નિર્વિકલ્પપણે, બહુવિધપ્રતિભાસંપન્ન લેખક મુનિરાજ શ્રી ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે, તેમનો પરિશ્રમ સ્તુત્ય છે. આ “વિચારણા'ને વાંચી, વિચારી આ. શ્રી મહાપ્રજ્ઞજી પવિત્ર સ્વનામધેયને યથાર્થ કરશ? સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તે બદલ અંતઃકરણથી મિચ્છામિ દુક્કડમ્.' શ્રી પાર્શ્વપ્રભુ નિર્વાણ કલ્યાણક, શ્રા.સુ.૮સં.૨૦૫૮ શ્રી ભુવનભાનુસૂરિ સ્મૃતિ મંદિર પંકજ સોસાયટી, અમદાવાદ, દદીક્ષાદાનેશ્વરી પપૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશના પરમવિયરત્ન સ્વપરશાસ્ત્રવેત્તા પ.પૂ.પં.પ્રવરશ્રીપુણ્યરત્નવિ.મ.સા.ના શિષ્યાણ યશોરત્નવિજય ગણી ( 7 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 166