Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
જ અંતરની વાત જ ૨૦ વર્ષના સંયમપર્યાયમાં ૨૦ કલાક પણ છાપું વાંચેલ ન હોવાથી વર્તમાન સમાચારપત્રની બધી વિગતો મારા ખ્યાલમાં ન હોય એ હકીકત સ્વાભાવિક છે. આ બાબતને સારી રીતે જાણતા સજ્જ નશિરોમણિ શ્રીકુમારપાળભાઈ વી. શાહ દ્વારા તા.૯-૬-૨૦૦૨ના ગુજરાતસમાચારનું વિદ્યુતપ્રકાશ સંબંધી કટીંગ તા. ૧૨-૭-૨૦૦૨ના રોજ મને મળ્યું. તેના વિશે શાસ્ત્રીયતા-અશાસ્ત્રીયતાનો વિચારવિમર્શ લખાણરૂપે તૈયાર કરવાનું તેમનું સૂચન પણ હતું. તા. ૧૬-૧-૨૦૦૨ના ગુજરાત સમાચારનું વિદ્યુતપ્રકાશસંબંધી કટીંગ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (અમદાવાદ)ના સેક્રેટરી તથા ભગવાન શ્રી મહાવીર ૨૬00 જન્મકલ્યાણક મહોત્સવ સમિતિના મેમ્બરશ્રી કલ્પેશભાઈ વિ. શાહ દ્વારા મને મળ્યું. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી શ્રેણિકભાઈએ પણ વિદ્યુતપ્રકાશની સજીવતા-નિર્જીવતા અંગે મારા વિચારો મંગાવ્યા. અખિલ ભારતીય તીર્થરક્ષક સમિતિના એકઝીક્યુટીવ ડાયરેકટર તથા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ મહામંડળ (બૃહદ્ મુંબઈ)ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ પણ ગુજરાત સમાચાર- દૈનિકપત્રમાં પ્રગટ થયેલા તેરાપંથી આચાર્યશ્રી નથમલજીના વિચારો વિશે મારું મંતવ્ય પૂછાવ્યું.
- જિનશાસનની અદ્ભુત સેવા કરનારા શ્રાવકોની લાગણીભરેલી માગણીને જાણીને તથા વિષયની ગંભીરતા અને તેના સંબંધી નિર્ણયની આવશ્યકતા વિચારીને એક પ્રાથમિક લખાણ વિજ્ઞાન અને આગમના આધારે ક્ષયોપશમ મુજબ તૈયાર કર્યું. અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. ઉપર તે લેખ મોકલી આપ્યો. તેઓશ્રી તરફથી વિસ્તૃત લખાણ તૈયાર કરવાનો આદેશ મળ્યો. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના વર્તમાન અન્ય ગચ્છાધિપતિશ્રીઓ-આચાર્ય ભગવંતો ઉપર પણ વિસ્તૃત લેખ તૈયાર કરીને મોકલવામાં આવ્યો. સર્વમુનિ સંમેલનના અધ્યક્ષ સંઘસ્થવિર આચાર્યદેવશ્રી રામસૂરીશ્વરજી ડહેલાવાળા તરફથી આ બાબતમાં હજુ વિસ્તૃત લખાણ તૈયાર કરી એક પુસ્તિકારૂપે પ્રસ્તુત વિગતને પ્રગટ કરવા અંગેનો સંદેશો મળ્યો. શાસનસમ્રાટ-સમુદાયના વિદ્વાન આચાર્ય ભગવંતશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ તરફથી પણ લખાણ ઝડપથી પ્રગટ કરવા માટે પ્રેરણા-પ્રોત્સાહન મળ્યા.
(8)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org