Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ બીજી આવૃતિ પ્રસંગે મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનો, સ્થાનકવાસી જૈનો તથા અમુક તેરાપંથી ભાઈઓની માગણીના લીધે બે માસ બાદ ‘વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા' પુસ્તિકાની બીજી આવૃતિ પ્રકાશિત થઈ રહી છે. ‘વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે વિચારણા' પુસ્તિકાની પ્રથમ આવૃતિની પ્રથમ કોપી સૌ પ્રથમ તેરાપંથી આ. મહાપ્રજ્ઞજી ઉપર સુશ્રાવક કલ્પેશભાઈ વિ. શાહ દ્વારા રૂબરૂ મોકલાવી. પ્રથમ આવૃતિને પ્રકાશિત થયે બે માસ થયા. છતાં પણ મહાપ્રજ્ઞજી તરફથી તેના જવાબ રૂપે કોઈ પત્ર કે કોઈ શાસ્ત્રપાઠ કે કોઈ નવો લેખ મને મળેલ નથી. દર્શનશાસ્ત્રના અભ્યાસી એક મુમુક્ષુભાઈને મહાપ્રજ્ઞજી પાસે રૂબરૂમાં વિદ્યુતપ્રકાશની સજીવતા વિશે જિજ્ઞાસાભાવે વિચારણા કરવા માટે મોકલ્યા. પરંતુ તેઓશ્રીએ તેને મળવાનો સમય જ ન આપ્યો. તથા તેમના નાના સાધુઓને તો આ વિષયમાં તદન મૌન રહેવાનો જ આદેશ તેમના તરફથી અપાયેલ હોય તેવું જણાય છે. એક વકીલ શ્રાવકને મહાપ્રજ્ઞજી પાસે પ્રસ્તુત વિષયમાં વિચાર વિમર્શ કરવા માટે મોકલ્યા. પરંતુ ‘સૌ અપની અપની માન્યતા' આવો જવાબ આપીને વકીલ શ્રાવકને તેમણે રવાના કર્યા. એક પાપભીરુ તેરાપંથી શ્રાવક ચન્દ્રનમલ ચિંડાલીયાને આ બાબતમાં વિચાર-વિનિમય કરવા મહાપ્રજ્ઞજી પાસે મોકલ્યા. પરંતુ તેને પણ તેમણે દાદ આપી નહિ. છેવટે તેમની પાસે શારદાબેન ટોરેન્ટવાળા, સેટેલાઈટ સંઘના પ્રમુખ હસમુખભાઈ ચૂડગર, આંબાવાડી સંઘના પ્રમુખ ચિનુભાઈ દેત્રોજવાળા, ઓપેરાસંઘના પ્રમુખ અશોકભાઈ શાહ, ધરણીધરસંઘના પ્રમુખ શાંતિલાલભાઈ, જૈનનગરસંઘના સેક્રેટરી સુરેશભાઈ, કુમુદભાઈ વેલજી, દીપકલાવાળા પ્રકાશભાઈ, ડૉ. હેમંતભાઈ પરીખ, દર્શનશાસ્ત્રવિત્ ઉમંગભાઈ વગેરેને આજે વિજયાદશમીના દિવસે વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે વિચારણા કરવા માટે મોકલ્યા તો ચર્ચાને અંતે મહાપ્રજ્ઞજીએ જણાવ્યું } 'तुम तुम्हारे आचार्य की परंपरा अनुसार चलो। हम हमारी परंपरा अनुसार चलते હૈં। અપની પરમ્પરા જો છોડના નહીં વાહિદ્ ।' આગમના આધારે કશો જવાબ પ્રાપ્ત ન થયો. એટલે ‘વિદ્યુતપ્રકાશ નિર્જીવ છે' આ વાત આગમમાન્ય નથી. પરંતુ તેમની અંગત માન્યતા છે- એવું ફલિત થાય છે. માટે પ્રસ્તુત પુસ્તિકાની પ્રથમ આવૃતિમાં મહાપ્રજ્ઞજી માટે ‘આગમનિષ્ઠ’, ‘બાહોશ-કુશળ આગમવેત્તા’ ‘વિચક્ષણ આગમવેત્તા’, Jain Education International 10 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 166