Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૨૩] સગ્ગહર થત્ત (ઉપસર્ગહર તેત્ર) છે. એ પાઈય (પ્રાકૃત) તેત્રનું મેં વિ. સં. ૨૦૧૮માં સમય અને સાધને અનુસાર પરિશીલન કરી “ઉવસગ્ગહર એક અધ્યયન” નામક લેખ લખ્યું હતું. આજે મને આ જ સ્તોત્ર અંગે “ઉપઘાત લખવાનું જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી આમંત્રણ મળતાં મેં એને સાનંદ સ્વીકાર કર્યો છે.
આ સ્તોત્ર પાઈય ભાષાના એક પ્રકારરૂપ જઈણ મરહી” (જૈન મહારાષ્ટ્રી)માં રચાયું છે.
આ સ્તોત્ર અનેકાથી છે એટલું જ નહીં પણ એને સંબંધ કેવળ પુરુષાદાનીય પાશ્વનાથ સાથે જ નથી પણ એમના શાસનદેવ પાથયક્ષ, એમના કૃતજ્ઞ ભક્ત ધરણઈન્દ્ર તેમ જ એમની શાસનદેવી પદ્માવતી સાથે પણ છે. પ્રસ્તુત તેત્રમાં “
ટિપણે નામક નવમું પ્રકરણ આઠે પ્રકરણે કરતાં વિસ્તૃત છે, એટલું જ નહીં પણ એ જાતજાતની માહિતી પૂરી પાડે છે.
દશમાં પ્રકરણનું શીર્ષક “પ્રકીર્ણ કરે છે. એમાં યની આકૃતિઓ અને તેમના આલેખન વિષે સમજુતી આપવામાં આવી છે.
છંદ–ઉવસગ્ગહરંના પાંચ પડ્યો અનુક્રમે વિદ્યુત, માલા, વિદત, માગધી અને માલા છે. આ ગાહાના પ્રકારના દષ્ટાંતની ગરજ સારે છે. એમાં પ્રકારની માત્રા અને એના ગણની સમજુતી અપાઈ છે. ગાથા પાંચ ગત મત્તિ પાઠ આપી એને અંગે ગા ગા અને ચતુષ્કલને ઉલેખ કરાયો છે તે વિચારણીય ગણાય. ત્યાં જે મત્તિમર કે મસ્તી પાઠ હોય તે માત્રામેળને વાંધે ન આવે.
ગાથાઓની સંખ્યા:–ઉવસગ્ગહરની પાંચ ગાથાઓ પ્રચલિત છે અને તે મૂલ પાઠના પ્રથમ પ્રકરણ તરીકે અપાઈ છે. છઠ્ઠી ગાથા એના પ્રણેતાએ ધરણુઈન્દ્રની વિજ્ઞપ્તિ અનુસાર ભંડારી હતી એમ પ્રિયંકરનૃ૫ કથા (પૃ. ૮૨) માં કહ્યું છે. સાત ગાથા હવાને પણ ઉલ્લેખ સાંપડે છે. એથી અધિક અર્થાત્ વીસેક સુધીની ગાથાઓ પણ જેવાય છે એ પ્રિયંકરનૂપકથાના મારા સંપાદન (ગ. પરિશિષ્ટ, પૃ. ૪૧-૪૪) માં છે.
પ્રણેતા:-ઉવસગહરના પ્રણેતા એ વરાહમિહિરના ભાઈ થતા હતા. એ વાત સ્વીકારાય અને વરાહમિહિર તે શક સંવત્ ૪૨૭ (વિ. સં. ૫૬૨) માં પંચસિદ્ધાનિતકા ચનાર છે તેઓ જ એ હોય તે ઉવસગહરં લગભગ એ અરસામાં રચાયેલું મનાય જ
કેટલાકને મતે દ્વિતીય ભદ્રબાહુએ ઉવસગહર રચ્યું છે. એમને જિનસેનાચાયે આદિ પુરાણમાં મારા કહ્યા છે. ઉવસગ્ગહરં ગાથા ૫ માં મહાન શબ્દ છે. એ શું આ મહાયશસૂને વાચક હશે ? એમ પ્રશ્ન ઉદભવે છે.
૧ અને એ પ્રસ્તુત પુસ્તકમાં પૃ. ૧૨૧-૧૨૨ માં ઉદધૃત કરાઈ છે. ૨ જુઓ ઉવ. ને હકીર્તિરિત વૃત્તિ (પૃ. ૧૪)
* લેખકની આ ક૬૫ના સાથે અમે સંમત નથી. અમારા મત અનુસાર ઉવસગ્ગહરની રચના વીર સંવત ૧૫૬ થી ૧૭૦ ના ગાળા દરમ્યાન થઈ છે. (જુઓ પ્રસ્તુત ગ્રંથ પૃ. ૬૬) સંપાદક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org