Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૨૧] પાંચમું અંગ પંચાંગ સેવન કહેવાય છે. તે પાંચ અંગો-ઈષ્ટગીતા, સહસ્ત્રનામ, સ્તવ, કવચ અને હૃદય છે. સંભવ છે કે આ બધા અંગોના જુદા જુદા રતોત્રો હોય. પરંતુ આપણને ઉવસગ્ગહરં તેત્રમાં સઘળું એક સાથે મળે છે; આ પ્રકારે પ્રથમ (દ્વાર) ગાથામાં ઈષ્ટદેવ–શ્રી પાર્શ્વનાથની રહસ્યમય સ્તુતિ છે, બીજી ગાથામાં (સહસ્ત્રનામ તે એક ગાથામાં સમાવિષ્ટ થાય નહીં એટલે) સહસ્ત્ર પ્રકારના રોગોના ઉપશમન માટે મંત્ર છે, ત્રીજી ગાથામાં તવ (સ્તુતિ) છે, જેથી ગાથામાં સમ્યગદર્શનને કવચ તરીકે પ્રયોગ છે અને પાંચમી ગાથામાં હૃદયપૂર્વક યાચના છે એટલે મંત્રવાદીઓની દષ્ટિએ આ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક તેત્ર છે.
નમસ્કાર મહામંત્રપાસક, પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજીની પ્રેરણાથી આ ગ્રંથ સ્વાધ્યાય શ્રેણિમાં સમાવિષ્ટ કરાયો અને તેમના અવારનવાર અમૂલ્ય સૂચનોથી સંપૂર્ણ થયો છે. તેમની આ કૃપા માટે અમે અત્યંત ઋણી છીએ.
રસ્તુતિઓ જીવનના તલને સ્પર્શીને તેને ભાવવાહી કરે છે. તે દ્વારા જનતા મહાવિભૂતિઓના પુનિત પંથે વિચરી જીવનને સંતુતિમય બનાવે છે.
આવા જ ઉચકેટિના ભક્તિયેગના સાહિત્ય સાથે મંત્રયોગને જોડીને ભદ્ર, કલ્યાણ અને મંગલને પંથ દર્શાવનાર અજોડ સાહિત્ય તે ઉવસગ્ગહર તેત્ર છે. તેનું યતકિચિત્ રહસ્ય સમજાવવા અમે અહીં પ્રયાસ કર્યો છે અને તે સમજવા ભવ્ય અને સત્વશીલ આત્માઓ તથા બાલજી પ્રયત્નશીલ થાય તે જ અભ્યર્થના.
આમાં કઈ ક્ષતિ કે ત્રુટિ જણાય છે તે જણાવવા સાદર વિનંતિ કરીએ છીએ.
વિ સં. ૨૦૨૭ શ્રી પાર્શ્વજન્મ કલ્યાણક દિન બુધવાર, તા. ૨૩-૧૨-૧૯૭૦
અમૃતલાલ કાલીદાસ દોશી પ્રમુખ, જૈ. સા. વિ. મંડળ
तीन प्रकारका होता है । इष्टके रूपके ध्यानको मनके द्वारा करनेसे जो साधन होता है, उसको 'ध्यान' कहते है । इष्टके रूपका ध्यान करते-करते अपनेको भूल जानेसे जो एक अवस्था होती है, उसे मन्त्रयोगमें 'महाभाव समाधि' कहते हैं । यही मन्त्रयोग समाधि है। . (જુઓ કલ્યાણ (હિન્દી) ના સાધનાકમાં [વર્ષ-૧૫] ચોરાવતુય નામનો લેખ. પૃ૪-૧૩૧ • લેખક–એક એકાન્તવાસી મહાત્મા). '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org