Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉ...પ...ક્...
ઘાત સ્તુતિને પ્રાદુર્ભાવ–
મનુષ્ય” એ બુદ્ધિશાળી પ્રાણી છે. એને હાથે અત્યાર સુધીમાં જાતજાતનું સાહિત્ય રચાયું છે અને હવે પછી પણ રચાતું રહેશે એમ લાગે છે, પણ એ બધું સદા સચવાઈ રહે તેમ જણાતું નથી. આથી અત્યાર સુધીમાં તે ત્રાદના અમુક મંડળો કરતાં વિશેષ પ્રાચીન સાહિત્ય મળી આવ્યું નથી. ગડદ એ અનેક સ્તુતિઓનો ભંડાર છે.
ગુણીજનોના ગુણોની પ્રશંસા કરવી. પિતાનાથી ચડિયાતા ગુણિજનનો આદર કર અને એની ચડતી જોઈ શજી થવું એ કલ્યાણકારી માર્ગ છે. આમ હાઈ પ્રત્યેક ધર્મો ગુણીજન પ્રત્યેનો પ્રમોદ દર્શાવવાના એક સાધનરૂપે સ્તુતિને માન્ય રાખી છે.
આગમમાં સ્તુતિ-સ્તોત્રો–ઉપલબ્ધ જૈન સાહિત્યમાં કેટલાક આગમાં સૌથી પ્રાચીન છે. એવા એક આગમ તે સુધર્મ સ્વામી પ્રણીત આયાર (સૂય. ૧) છે. એમાં ઉવહાણસુય (ઉપધાનશ્રત)માં શ્રી મહાવીરસ્વામિના કઠેર જીવન, તપશ્ચર્યા વગેરે વિષે માહિતી અપાઈ છે. બીજો આગમ સૂયગડ છે. એના સૂય. ૧ અ. ૬ માં આસનેપકારી શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની સ્તુતિરૂપે ‘વીરયુઈ’ છે. શાસ્તવ તરીકે ઓળખાવાતા “મુલ્થને વિવિધ આગમમાં સ્થાન અપાયું છે. એ સમસ્ત તીર્થકરોનાં સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે, એટલું જ નહિ પણ એના ગુણોત્કીર્તનની પણ ગરજ સારે છે. ગણધરકૃત મનાતા આવસ્મયના છ વિભાગો પૈકી “ચઉવ્વીસન્થય” તરીકે નિર્દેશાતે વિભાગ લેગસ” ના નામથી સુપ્રસિદ્ધ છે. એમાં કૌશલિક શ્રી ગષભદેવથી માંડીને શ્રી મહાવીરસ્વામીનું વંદન પૂર્વકનું કીર્તન છે. વળી શ્રી મહાવીર સ્વામીના આઘશિષ્ય ગોશાલકે પ્રસંગોપાત શ્રી મહાવીરસ્વામીની પ્રશંસા કરી છે અને એ ઉવાસગદશા (અ. ૭, સુર ૨૧૬-૨૧૯)માં રજૂ કરાઈ છે. આમ આજથી લગભગ ૨૫૦૦ વર્ષો પૂર્વે તે જૈન સ્તુતિ-રતેત્રો રચાયાં છે. એ પ્રણાલિકાને ઉત્તરકાલીન જૈન વિબુધવ અનુસર્યા છે. એનું એક ફળ તે ચરમશ્રતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલું મનાતું તેમ જ અનેકાર્થક અને સૂત્રાત્મક ઉવ
૧. આ અહિંસાદિની સ્થિરતા માટેની ચાર ભાવનાઓ પૈકી એક છે. જુઓ તસ્વાર્થાધિગમ શાસ્ત્ર. (અ. ૭, સૂ. ૬)
૨ જ્ઞાનાંજલિ (પૃ. ૧૫૮) માં સ્તુતિ-સ્તોત્ર ગણાવતાં ઉપધાન શ્રાધ્યયનને ઉલ્લેખ છે.
૩ એઓ વીર સંવત ૩૬ માં જન્મેલા અને વીર સંવત ૯૮ માં સ્વર્ગ સંચરેલા શખંભવસરિના પ્રશિષ્ય થાય છે અને યશોભસૂરિના બે બ્રાહ્મણ શિષ્યો પૈકી એક છે. એ વીર સંવત્ ૧૭૦માં રવ ગયાને પરિશિષ્ટ પર્વ (સ. ૯, ૧. ૧૧૨) માં ઉલ્લેખ છે. તેઓ ૭૬ વર્ષ જીવ્યા હતા. પૃ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org