________________
(૩૧ ) “ વિરતિ રહિત હોય તે પણ જે શુધ સમકિતવાન હેાય તે તે જીવ તીર્થંકર નામકર્મને ઉપાર્જન કરે છે. જેમનું આગામી (ભવિષ્ય) કાળમાં કલ્યાણ થવાનું છે એવા શ્રીકૃષ્ણ તથા શ્રીણિક વિગેરે આ વિષયમાં ઉદાહરણરૂપ છે. ”
મેઘનાદ મનુષ્ય છતાં પણ તેને તે કાળું જે દેવતાઈ બેગની સમૃધિઓ આપતુ હતું તેમાં તેના પુણ્યને પ્રભાવ જ કારણ ભૂત છે. તે રાજા હંમેશાં દીનાદિકને જાણે કે શરીરધારી તેજના પિંડભૂત હોય તેવી દશ કરોડ સુવર્ણ મુદ્રા આપતો હતો. તેણે જાણે પિતાની કીર્તિએ બનાવેલા મૂર્તિમાન સ્વરૂપ હોય એવાં હજારે જિનચૈત્ય કરાવ્યાં હતાં, અને તેમાં રૂપાની, સુવર્ણની અને મણિઓની અનુપમ લાખો જિનપ્રતિમાઓ સ્થાપના કરી હતી, અરિહંત, સિધ્ધ અને આચાર્ય ભગવાનની જાણે સાક્ષાત મૂર્તિઓ હોય તેવી પોતપોતાના વર્ણ, કાંતિ અને શરીરના પ્રમાણવાળી પ્રતિમાઓ તેણે સ્થાપન કરી હતી. તે રાજા પાપે કરીને શ્યામ થયેલા આત્માને મળને જોઈ નાંખતો હાય તેમ હમેશાં જિનસ્નાત્રના મહત્સવને કરતા હતા. ઉત્તમ મનુષ્યની પ્રવૃત્તિ અને આચાર વિગેરેનું જાણે દિગ્ગદર્શન કરવા માટે હોય તેમ તે દર વર્ષ તીર્થયાત્રા અને રથયાત્રા કરતો હતો. તેણે સાધમિકેનો કર માફ કરી તથા આદરપૂર્વક દ્રવ્યાદિક આપી તેમને લખેશ્વરી અને કેટેશ્વરી બનાવ્યા હતા. તે રાજા હમેશાં બે વાર પ્રતિક્રમણ કરતો હતો, ત્રણે કાળ સર્વજ્ઞની પૂજા કરતો હતો અને પર્વતિથિએ પુણ્યના આવાસ રૂ૫ પિષધ વ્રત કરતો હતો. પારણને દિવસે ત્રણ હજાર રાજાઓને સંસાર સમુદ્રને તારનારું અને મોટી સમૃદ્ધિના કારણરૂપ પારા કરાવતો હતો, તથા હમેશાં તે રાજા એકલાખ સાધમિકેને ભોજન કરાવી ઋણરહિત થતો હતો બુધિમાન તે રાજા હંમેશાં ક્ષીરસાગરની જેવા ઉજવળ વસ્ત્રો વડે
૧ શ્રાવકોને માથે ત્રણ ત્રણ છે તેમાંનું આ એક હેવું જોઈએ.