________________
'(૧૯૮) એકદા રાજકુમાર જનકની સૈભાગ્યસુંદરી નામની પ્રિયાએ સર્વાર્થસિદ્ધિ નામના વિમાનથી એવેલા તીર્થંકરના ગર્ભને ધારણ કર્યો. તે વખતે તેણીએ પુત્રના ત્રણ જગતના ઐશ્વર્યને પ્રગટ કરનારા હાથી, વૃષભ, સિંહ, લક્ષમી, પુષ્પદામ, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કળશ, સરેવર, સમુદ્ર, વિમાન, નિધેમઅગ્નિ અને રત્નરાશિ એ ચદ સ્વપ્ન જોયાં. અનુક્રમે સમય પૂર્ણ થયે જેમ પૃથ્વી નિધાનને ઉત્પન્ન કરે અને વેલડી પુષ્પને ઉત્પન્ન કરે તેમ તે જનકકુમારની પ્રિયાએ સર્વ લેકને પ્રીતિ કરનાર પુત્રને પ્રસ. “સઠ ઈકોએ આવી હર્ષથી જેને જન્મ મહોત્સવ કર્યો તે શ્રી મહાયશા નામના ચોથા તીર્થકર જયવંતા વર્તો.” ચંદ્રના ઉદયથી પિોયણુના વનની જેમ તેના જન્મદિવસથી મિથિલાનગરીના સર્વ કે અત્યંત આનંદ પામ્યા. ઈએ સ્વર્ગપુરીની જેમ તે નગરીમાં મણિ તથા સુવર્ણના મહેલે, સભા, આંગણા અને માર્ગ બનાવ્યાં. તે નગરીમાં સુખની સંપત્તિ મેક્ષની જેમ અક્ષય દેખાવા લાગી. તેના વને સ્વર્ગના વનની જેમ નિરંતર પુષ્પ અને ફળની સંપત્તિને આપવા લાગ્યા. પ્રભુના જન્મની ભૂમિ પદ્મા, ચકેશ્વરી અને બ્રાહ્મી વિગેરે દેવીઓએ સેવન કરાવા લાગી. જગન્નાથના જન્મથી ચિત્તમાં હર્ષ પામેલી દેવાંગનાઓ જિનેશ્વરના ગુણેના ગીત ગાતા ગાતી ત્યાં આવવા લાગી અને જિનેશ્વરને નમસ્કાર કરવા માટે અનેક મનુ, દેવે અને રાજાઓ પણ આવવા લાગ્યા. તેથી તે વિશાળ નગરી પણ સાંકડી દેખાવા લાગી. પૂર્ણિમાના ચંદ્રને જોઈને ચકોર પક્ષીની જેમ જિનેશ્વરના મુખકમળને જોઈને તેના માતા પિતા હર્ષ પામ્યા.
ચારિત્રના પવિત્રપણાથી ચમત્કાર પમાડનારા પત્રનું મુખ જોઈ - પિતામહ ઇંદ્રધુમ્ન રાજા પણ અત્યંત હર્ષ પામે. જિનેશ્વરના જન્મના પ્રભાવથી રાજાએ તત્કાળ મિથ્યાદષ્ટિ જનેના સંગને ત્યાગ કર્યો. “અહો ! ધમને વિલાસ અતિ અદ્દભુત છે.”