Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 344
________________ ભીમ રાજાને કહ્યું હતું કે તું શત્રુઓને પાઠ આપીશ નહીં. એ વચનને સંભારી વિમળે ભીમ રાજા સાથે સંધિ કરી. પિતાના દેશને ભંગ વ થવાથી તુષ્ટમાન થયેલા ભીમ રાજાએ વિમળને છત્ર, ચામર વિગેરે ભેટ આપી તેનું સન્માન કર્યું. પૃથ્વી પર આના જેવો બીજો કોઈ રાજા અધિક નથી” એમ કહી ભીમ રાજાએ તેને પ્રથમ દંડનાયક સ્થાપન કર્યો. “આ વિમળ સામાન્ય જન છતાં મેટે કેમ છે ?” એવી કોઈએ શંકા કરવી નહીં, કારણ કે હરકેઈમનુષ્ય વિશેષ ભાગ્યને લીધે સર્વથી અધિક સમૃદ્ધિવાળે થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એકદા ધર્મશેષ નામના આચાર્ય ચંદ્રાવતી નગરીના ઉધાનમાં પધાર્યા. તેને વાંદવા માટે વિમળ રાજા પરિવાર સહિત ગયે તેને સૂરિએ પ્રતિબંધ આપે. પછી શ્રીમાન ગુરૂના ચરણકમળની સેવા કરવાથી કલહંસની જેમ વિમળ રાજા હમેશાં ધર્મરૂપી શ્રેષ્ઠ પરાગને આસ્વાદ લેષા લાગે. જેમ લવણસમુદ્રમાં અમૃત મળવું દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ પામ્યા છતાં આવા ગુરૂને યોગ મળવો દુર્લભ છે, મોટા ભાગ્યથી જ તે યોગ મળે છે. વળી યથાર્થ સ્વરૂપવાળું લેકિક અને લેકેત્તર શાસ્ત્ર કેઈકના જ હૃદયમાં દીપકની જેમ પ્રકાશ કરે છે. નિગમ અને આગમના જ્ઞાનથી ધર્મક્રિયાની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી ગુરૂના મુખથી શાસ્ત્રને સત્ય અર્થ જાણવા જેઈએ. મનુષ્ય સારી બુદ્ધવાળા હોય તેમજ તેને ધર્મને બોધ થાય છે, પણ જેનું ચિત્ત અવિવાથી વ્યાપ્ત હોય તેને શાસ્ત્રને અર્થ વિપરીત ભાસે છે. વિદ્વાને એ નિગમ અને આગમમાં કહેલ વિચારે ધ્યાનમાં લેવા યોગ્ય છે. તેથી તે તે શાસેના વિશેષ વાળે અમે અહીં લખીએ છીએ. તેર જિનેશ્વરેને નમસ્કાર કરી ગણધરનું ધ્યાન ધરી નિગમ અને આગમના નિર્ણયનું શતક હું કહું છું. સમુદ્રની જેમ પ્રમાણ ન થઈ શકે એવા બાર અંગ અને ચાર વેદને જાણવા અથવા કહેવા કેણ સમર્થ છે? તે પણ તેની કાંકવાનકી દેખાડું છું— આગમ અને નિગમ એ અને શાસ્ત્રનું પરસ્પર વિસંવાદ રહિતપણે (સશપણું) દેખાય છે, કારણ કે આગમમાં કહેલા પદાર્થોને

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354