Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 354
________________ પાનું - જ સંપત્તિના સમુદ્રરૂપ અને પિતાની બુદ્ધિ રૂપી કાથો શારૂપી સમુદ્રને શીધ્ર પણે તરી ગયેલા શ્રીમદેવ નામના સૂરીશ્વર થયાં. તેમની પાટે મહાગુણવડે યુક્ત શ્રીરત્નમંડન નામના ગુરૂ થયા. તેઓએ કાવ્યની કળાવ અનેક રાજાઓની શ્રેણીઓને રંજિત કરી હતી. તેમને આનંદ સહિત નમસ્કાર કરે. તેમની પાટે શ્રી મજસ નામના સરીશ્વર થયા. તે જગતના જનના આનંદના નિધાનરૂપ હતા, તેમના સમગ્ર મુખ્ય ગુણ વિકસ્વર હતા, અને તે ચારિત્રલકમી રૂપી સીને વિકાસ કરવાનું વાસભવન હતા. તેની પાટે શ્રીદ્વતંદી નામના ગુરૂવર થયા. તેમની બુદ્ધિ અગાધ હતી તે નિગમ અને આગમના અવની વ્યાખ્યા કરવામાં નિપુણ હતા, તેમના વિકવર છ ગુણ અતિશય સ્થિરતાને પામ્યા હતા, અને તેણે સબ જગ સાથે હતે. તેમની પાટે શ્રીધર્મહંસ નામના વાચકેદ્ર થયા. તેમના હૃદયકમળમાં ધર્મરૂપી હંસ ફીડા કરતું હતું, તેમણે આળસને સર્વથા ત્યાગ કર્યો હતે, તથા તેમણે નિપુણતાથી નિગમ અને આગમના અર્થવડે આચાર અને વિચાર વિસ્તાર કર્યો હતો. તેમના શિષ્ય શ્રી હંસ ગણિએ આ આજ્ઞાદિક શ્રાવકના કૃત્ય રૂપ સ્વાધ્યાય ઉપર આ ઉપદેશ કલ્પવલી નામની ટકા રચી છે. આ વૃત્તિ વિકમના ૧૫૫૫ના વર્ષમાં સંપૂર્ણ થઈ છે. આમાં વાણુ અથવા અર્થ સંબંધી કાંઈ ફેરફાર લખાયું હોય તે તે વિદ્વાનોએ સુધારવું. આ જગતમાં જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પ્રકાશે છે, ત્યાં સુધી વિદ્વાનેથી વંચાતી આ વૃત્તિ ચિરકાળ જય પામે, અને ભવ્ય જિનેને આનંદની સંપત્તિ આપો. ઇતિ શ્રી તપાગચ્છ રૂપી આકાશને વિષે સૂર્યસમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસ ગણુના શિષ્ય વાચકેંદ્ર શ્રી ઇંદ્રહંસ ગણિએ રચેલી આ ઉપદેશ કપલ્લી નામની વૃત્તિ સંપૂર્ણ થઈ.

Loading...

Page Navigation
1 ... 352 353 354