Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 349
________________ વચ્ચે વચ્ચે પાંચમી મહોર મૂકી. ત્યારથી આરક્ષીને લોકમાં પણ તે વ્યવહાર પ્રવર્યો. રાજાએ સોનામહે મૂકી મૂકીને ઘણી ભૂમિ લેવા માંડી, તે જોઈ બ્રાહ્મણે વળી બેલ્યા કે “ હે રાજા! આ તો તમે સમગ્ર પૃથ્વી લઈ લે છે, માટે આટલી જ . હવે બસ કરો. આથી વધારે પૃથ્વી ધનવડે પણ અમે આપશું નહીં. ” રાજાએ વિચાર્યું કે– કાર્યની સિદ્ધિને માટે આટલી જમીન પૂર્ણ છે, ધર્મસાધક પુરૂષે સામાન્ય લેકની સાથે નકામો વિરોધ કરે રોગ્ય નથી.” ત્યારપછી રાજાએ હર્ષથી તે ઠેકાણે પ્રાસાદનું કામ સારા કારીગ પાસે શરૂ કરાવ્યું. પરંતુ દિવસે જેટલો પ્રાસાદ ચણે તેટલે રાત્રિએ પડી જવા લાગે. એ રીતે છ માસ ગયા. ત્યારે રાજાએ અંબિકાનું પિતાની માતાની જેમ સ્મરણ કર્યું. તરતજ દેવીએ આવીને રાજાને કહ્યું કે-“વાલીનાહ નામને દેવ આ ભૂમિને અધિષ્ઠાયક છે. તેની અઠ્ઠમ તપથી તારે આરાધના કરવી, અને જે તે નૈવેધ માગે તે નિર્દોષ નૈવેદ્ય તારે તેને આપવું.” તે સાંભળી રાજાએ તેની આરાધના કરી, ત્યારે તે દેવે આવીને સાવધ નૈવેદ્ય માગ્યું. તે રાજાએ આપ્યું નહીં, પણ તેને ખરું કાઢીને બીવડાવ્યું, તેથી તે દેવ ત્યાં ક્ષેત્રપાળ થઈને રહ્યા. ત્યારપછી તેવાજ બળવાળા યક્ષે, રાક્ષસી અને ભૂત આવ્યા. તેમની સન્મુખ વિમળ મનુષ્ય છતાં એકલે ઉભો મો. અને તેણે વડા વિગેરે નિરવઘ નેવેધવડે નાગદેવને તત કર્યો તેથી બીજા સર્વ દેવો પણ તેને વશ થયા. “ જેણે દેવેને પણ વશ કર્યા તેની સાથે યુદ્ધ કરવા માટે રાજાએ શી રીતે સમર્થ થાય ? અહો ! વિમળનું ભાગ્ય આશ્ચર્યકારક છે.' ત્યારપછી કારીગરો પિતાની કુશળતાથી પ્રાસાદ બનાવવા લા વ્યા. તે પ્રાસાદની તુઘતાને ત્રણ જગતમાં બીજે કઈ પ્રાસાદ પામી શકે તેમ નથી. શત્રુ સાથેના સંગ્રામમાં તેને વિજ્ય અસાધારણ હતે તે વિજયેજ જાણે અંગ ધારણ કર્યું તેમ તે પ્રાસાદ

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354