________________
ગતિ રથયાત્રા એટલે જિદ્રની પ્રતિમાને રથમાં સ્થાપન કરી વાજિત્રાદિક પૂર્વક તે રથ શ્રાવકના ઘરે ઘરે ફેરવે તે શ્રાવકેનું કૃત્ય છે. '
વિસ્તરાર્થ-શ્રેષ્ઠ શ્રાવકેએ હર્ષથી આ રથયાત્રા કરવા ગ્ય છે, કારણ કે તેને જોઈ અનેક ભવ્ય પ્રાણીઓ તેની પ્રશંસા કરે છે, અને પુણ્યના ભાજન થાય છે, શ્રાવકે એ શ્રધ્ધાથી જે ધન રથયાત્રામાં વાપર્યું હોય તે ધન તેમના પુણ્યનું પિષણ અને પાપનું શોષણ કરનાર થાય છે. જ્યાં શ્રાવકેવડે વારંવાર રથયાત્રા કરવામાં આવે છે, તે દેશ, ગામ, તે નગર અને તે સમય દશન કરવા લાયક (મનેહરો છે. ઉજજયિની નગરીના સંઘની જેમ ઉત્તમ શ્રાવકે એ ન્યાયથી ઉપાર્જન કરેલ વિત્તવડે વારંવાર રથયાત્રા કરવી જોઈએ.
ઉજજયિનીના સંઘની રથયાત્રાની કથા. લક્ષ્મીને નિવાસ કરવાના સ્થાન રૂપ અને દુભિક્ષ રૂપી રાક્ષસને ત્રાસ પમાડવામાં વાસુદેવ સમાન માલવ નામને દેશ છે. તેમાં સર્વ નગરીને વિષે શ્રેષ્ઠ એવી ઉજજયિની નામે નગરી છે. તે આકાશ સુધી પહોંચેલા મહેલમાં નિવાસ કરતા ઇંદ્રની જેવા ઈલ્યનેએ કરીને મને હર છે, તેમાં રહેલા શ્રાવકે હમેશાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના મેક્ષદાયક ધર્મના આરાધનમાં યત્ન કરે છે. ત્યાં અગણિત દ્રવ્યથી ભરપૂર અને ગુણના સમૂહથી જેનાં મન ભરાઈ ગયેલાં હતાં. એવા શ્રેષ્ઠ શ્રાવકેએ પુણ્ય ઉપાર્જન કરવા માટે એક રથ કરાબે હતું, તે રથ તેરણવડે સુશોભિત અને મનેહર ફરક્તી ધ્ધજાઓ વડે શોભતો હતે. તે રથને સુવર્ણની બળીવડે શોભતાં શીંગડાંઓથી સુંદર, શબ્દ કરતા ઘુઘરમાળથી શણગારેલા