________________
ર૪ર
અને વિશેષે કરીને પૂજવા લાયક છે. જે ભાવથી તીર્થને નમસ્કાર કરે છે તે સદ્ગતિને પામે છે. સુકૃતના કાર્યમાં કાર્ટિ ધનના વ્યય કરનાર અને ચૈાદ રાજલેાકમાં જેની કીતિ પ્રસરી હતી તેવા ‘દેસલ’નામના મંત્રીએ શત્રુજયાદિક સાત તીથાની મેટા ઉત્સવપૂર્વક ચૌદ વાર યાત્રાએ કરી હતી. જે તીર્થે યુગાદીશ જિન તીર્થના પ્રભાવની વૃદ્ધિ કરવા માટે નવાણુ પૂર્વ વાર સમવસર્યાં હતા તે શ્રીવિમલાચળ પર્વત અમારૂં રક્ષણ કરો. આ ચાવીશીમાં શ્રીનેમિનાથ વિના મા ત્રેવીશ તીર્થંકરો જ્યાં સમવસર્યાં હતા તે શ્રી સિદ્ધક્ષેત્ર ભવ્યજીવાને વિંત્ર કરા. શત્રુંજયાદિક તીર્થની યાત્રા કરીને શ્રાવકોએ વસ્તુપાળ મંત્રીની જેમ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષનું ફળ ગ્રહણ કરવું જોઇએ. તે વસ્તુપાળ મંત્રીની કથા આ પ્રમાણે—
વસ્તુપાળની કથા,
વિરાટ દેશના મુગટની જેવુ ધવલક (ધોળકા) નામનુ નગર છે. તેમાં ચતુરંગ સૈન્યવાળા વીરધત્રલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં આસધર નામે શ્રેષ્ઠી રહેતા હતા. એકદા ગુરૂના મુખથી અમુક સ્ત્રીના સમધમાં તેણે સાંભળ્યુ કે “અમૃત જેવા નેત્રવાળી આ કન્યાની કુક્ષિમાં એ રત્નયુગલ દેખાય છે.” તે સાંભળી શ્રેષ્ઠી તે પદ્માવતી નામની કન્યાને પરણ્યા. તેને વિષે લૈંગિ અને માલદેવ નામના પ્રથમ પુત્ર થયા, અને ત્યારપછી વસ્તુપાળ તથા તેજપાળ નામના પુત્રો થયા. તેમનાથી તેમની માતા યથાર્થ રત્નકુક્ષિવાળી થઇ, અનુક્રમે તે બન્ને પુત્રા વૃદ્ધિ પામી યુવાવસ્થાને પામ્યા. અગણિત ગુણુના નિધાન અને જગતને આનદ આપનાર તે બન્ને અનુક્રમે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી અનુપમાદેવી અને લલિતાદેવીને પરણ્યા.