________________
-
૨૫૦
બુદ્ધિમાન જન ! તમે સાંભળે-પહેલાનું નામ સંજવલન છે, બીજાનું નામ પ્રત્યાખ્યાનાવરણ છે; ત્રીજાનું નામ અપ્રત્યાખ્યાનાવરણ છે અને ચોથાનું નામ અનંતાનુબંધી છે. તેમાં પહેલા કષાયની સ્થિતિ એક પખવાડીયાની છે, બીજાની ચાર માસની છે. ત્રીજાની એક વર્ષની છે અને ચોથા અનંતાનુબંધી જન્મ પર્યત રહે છે. પહેલા કષાયે યથાખ્યાત ચારિત્રને રેકે છે, બીજા સર્વવિરતિને રૂંધે છે, ત્રીજા દેશવિરતિને રોધ કરે છે અને ચોથા સમકિતને જ પ્રાપ્ત થવા દેતા નથી. પહેલા કષાયમાં વતતે જીવ દેવગતિને પામે છે, બીજા કષાય મનુષ્ય ભવ આપે છે, ત્રીજા તિર્યચપણ આપે છે, અને ચેથા નરકગતિના દેનારા છે. આ ચારે કષાયે જે ઉત્કૃષ્ટપણને પામેલા હોય તે તે ભયંકર અગ્નિની જેમ ધર્મનું સર્વસ્વ બાળી નાખે છે. કષાયે વિષે કર્મગ્રંથમાં કહ્યું છે કે “જળ, રેણુ, પૃથ્વી અને પર્વતની રેખા સમાન અનુક્રમે ચાર પ્રકારનો કોધ છે, તિનિશની લતા (નેતર), કાઇને સ્તંભ, અસ્થિને સ્તંભ અને પથ્થરને સ્તંભ એ ચારની જેવા અનુક્રમે ચાર પ્રકારના માન છે, અવલેહીકો', ગેમૂત્ર, મેંઢાનું શીંગડું અને કઠિન વાંસનું મૂળ એ ચારના જેવી ચાર પ્રકારની માયા છે. તથા હળદર, ખંજન (ગાડાનીમળી ), કર્દમ અને કૃમિના રંગ જે ચાર પ્રકારને લાભ છે. કષાયરૂપી વૃક્ષના પુષ્પ અને ફળ કડવાં હોવાથી તે બન્ને વિરસે છે. તેમાં પુષ્પવડે તે ઉત્પન્ન થાય છે અને ફળવડે પાપનું આચરણ થાય છે. જે પુરૂષ નિરંતર દેદિપ્યમાન પ્રશમરૂપી અને પિતાના હસ્તમાં ( હૃદયમાં) ધારણ કરે છે, તેઓથી કષાયરૂપી શત્રુઓ ત્રાસ પામે છે. ધર્મરૂપી રાજાને પ્રશમરૂપી કોશ જ નિરંતર સે કે જેથી તેમને પૂરગડુ મુનિની જેમ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી પિતાની મેળે જ વરે. તે કથા આ પ્રમાણે–
૧ વાંસ વિગેરે ઉપરથી ઉતાસ્સી છાલ.