________________
અહીં બ્રહદ્રથ રાજા અને તેની રાણું એ બન્ને તુલના કરતા હતા, તેથી તેમને વાનપ્રસ્થ ધર્મ અત્યંત શોભવા લાગ્યું. શરાણ ઉપર ઘસવાથી જેમ મણનું તેજ શુદ્ધ થાય છે, તેમ ગુરૂની સેવા કરવાથી તે બન્નેનું સમકિત શુદ્ધ-નિર્મળ થયું. શુદ્ધ સમક્તિવંત છતાં પણ ભાગ્યકમ ભોગવવું જ પડે છે. કારણ કે આ રાજાએ અને રાણીએ પૂર્વ ભવમાં એવું કર્મ બાંધ્યું હતું કે જેથી દાઢવાળા પ્રાણીથી તેમનું મરણ થાય. તે હકીકત આ પ્રમાણે –
પૂર્વ ભવમાં તેઓ ધનિક દંપતી હતા. તેઓએ બાર વ્રત અંગીકાર કરી શ્રી અરિહંત દેવની આજ્ઞા પાળવાનો નિશ્ચય કર્યો હતું. પરંતુ બાર અંગને વચન ઉપર તર્ક વિતર્ક કરવાથી તેમનું મન અસ્થિર થયેલું હતું. એકદા તે દપંતી પિતાના ઘરના ઉપલા માળની બારીમાં બેઠા બેઠા આગમના વાક્યને વિવાદ કરતા હતા. નીચે ઘરમાં શુદ્ર જાતિના સૂચીમુખ નામને ચાકર બેઠે હતે. તે અવસરે કઈ બે સાધુ ગોચરીને માટે ત્યાં આવ્યા. તે બને મુનિને જોઈ બારીમાં બેઠેલા તે દંપતીએ વિચાર કર્યો કે-આપણે ઘેર આ યતિઓ કેમ આવ્યા ? પ્રમાદ રૂપી સર્પથી ડસાયેલા યતિઓને આપણે અન્નપાન આપવું યેગ્ય નથી. કેમકે આગમમાં કહ્યું છે કે –“ દેશવિરતવાળા શ્રાવકેએ અયતિઓને યતિની બુદ્ધિથી (આ થતિ છે એમ ધારીને) કદિ પણ અન્ન આપવું નહીં.” આ પ્રમાણે વિચાર કરી તેમણે ચાકરને બોલાવીને કહ્યું કે –“હે કિંકર ! આ બન્ને આગમના ઉત્સર્ગ માર્ગ પ્રમાણે વર્તતા નથી તેથી તેમને દાન આપ્યા વિના રજા આપ.” આ પ્રમા
ની તેમની આજ્ઞા થવાથી તે કિંકર નીચે આવે, અને છ ગુણને ધારણ કરનારા તે અતિઓને જે તે ચિંતવવા લાગે કે –
અહે ! મારા આ પરાધીન જીવતરને ધિક્કાર છે કે જેથી આવા શ્રેષ્ઠ સાધુઓની ભક્તિ કરવાની પણ મારી શક્તિ નથી. જિનેશ્વરના લિંગને ધારણ કરનારા આ સાધુઓ ધર્મ સાધન કરે છે, તેથી
૧ આ છ ગુણ કયા તે સમજાતું નથી,