________________
સુર
સંઘના બહુમાનનો વિધિ કહ્યા પછી હવે પુસ્તકલેખન નામનુ પાંત્રીશમું દ્વાર કહે છે.
‘પુણ્યલિì’ તિ.
શ્રાવકાએ આગમ અને નિગમનાં પુસ્તકા લખાવવાં એ શ્રાવકાનુ' કર્તવ્ય છે.
વિસ્તરાર્થ—આ જગતમાં લૌકિક અને લેાકેાત્તર આચાર અને વિચારને કહેનારાં નિગમ અને આગમનાં શાસ્ત્રા જ છે, તે ૫'ડતાએ જાણવા યેાગ્ય છે. દરેક પ્રભુના ગણધરો સમગ્ર આચાર્યની પેટી સમાન નિમેળ મહાવિદ્યારૂપ નવી દ્વાદશાંગી રચે છે, અને દરેક ચાવીશીમાં જે પહેલા ચક્રવર્તી થાય તે સર્વ વર્ણાના ધર્મને બતાવનાર નિગમની રચના કરે છે. સાધુઓને અને સાધુની સેવામાં તત્પર રહેતા જૈન બ્રાહ્મણાને નિ ગમ અને આગમના શાસ્ત્રા શીખવા લાયક છે, તથા તત્ત્વજ્ઞાની શ્રાવકાએ પોતપોતાના અધિકાર પ્રમાણે તે શાસ્ત્ર શ્રવણ કરવાના છે અને તેમાં ક્રિયાઓ જે પેાતાને યાગ્ય હોય તે કરવાની છે. ન્યાયથી ઉપાર્જન કરેલા ધનવડે શ્રાવકા જો નિગમ અને આગમનાં પુસ્તકા લખાવે તે તેનું તે ધન વખાણવા લાયક છે. ભરત ચકીનાં અને અરિહંતનાં શાસ્ત્રા લખાવવાથી જીણું ચૈત્યના ઉદ્ધાર કરવા જેટલું પુણ્ય થાય છે. આ પૃથ્વી પર નિગમ અને આગમ નામનું જૈનશાસ્ત્ર સમગ્ર આચારના વિજ્ઞાનને પ્રકાશ કરવામાં દીપક સમાન છે. સત્પુરૂષાએ સમક્તિના પ્રકાશ કરવા માટે નિરંતર પેાતાના હૃદયમાં દ્વાદશાંગી તથા ચાર ( જૈન ) વેદ રૂપી દીપિકા ધારણ કરવા યાગ્ય છે. આવા દુષમ કાળમાં પણ સમ્યક્ શાસ્ત્રના પ્રભાવથી કલ્યાણ કારક ધર્મની શુ & પ્રગટ થાય છે. પવિત્ર કરનારી તે ધર્મશુદ્ધિ પાંચમા આરાના અંત સુધી સ્થિર રહેશે. જેનાથી નિગમની ઉર્જાત્ત થઇ છે તે પુરૂષને ધન્ય છે. શ્રાવકાએ પોતે નિરંતર નિગમ અને આગમનાં પુસ્તકા લખવાં અને પાતે ઉપાર્જન કરેલા ધનવડે લખાવવાં. પેથડ નામના મંત્રીશ્વરની જેમ તથા વસ્તુ નિકેતની જેમ શ્રાવકાએ નિગમ અને આગમના ગ્રંથે લખાવવા,