Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 336
________________ કર૪ અંજય અને શહેક. પછી આ વિમલ મંત્રી ચેથો પાયો થયે છે. શામ, દામ, દંડ અને ભેદ એ ચાર ઉપાયવડે તેણે સર્વ રાઅઓને છતી ભીમ રાજાનું રાજ્ય એક છત્રવાળું કર્યું. દુષ્ટનું અનિષ્ટ કરનાર અને ભુજાનાપ્રચંડ પરાક્રમવાળા તેણે દંડમાં આવતા ધનસમૂહથી રાજાને કેશ (ભંડાર) પૂર્ણ કર્યો, શરદ ઋતુના સૂર્યની જેવા દેદીવમાન પ્રતાપવાળે તે મંત્રી સર્વ સ્વજને સત્કાર કરીને શેભવા લાગે. તે કલ્પવૃક્ષની જેમ સર્વ અથજનોના વાંછિતને પૂર્ણ કરનાર અને સિંહની જેમ શત્રુરૂપી મૃગને ત્રાસ પમાડનાર છે. તેના ચરણકમળને સર્વ રાજાઓ સેવતા હતા અને તે વિમળ દડનાયક મેટા સામ્રાજ્યને ભેગવતા હતા. .. . . . ” છે. એકદા કિઈ રાજપુરૂષે (મંત્રીએ) રાજાની પાસે આવીને કહ્યું છે. હે રાજેન્દ્ર વિમળ મંત્રી આપના પ્રસાદથી ઉન્નતિ પામ્યો છે છતાં માનની વૃદ્ધિને લીધે મોટા પરાક્રમી બીજા સર્વ ક્ષત્રિના સમૂહને તે તૃણમૂલ્ય ગણે છે. કારણ કે ધન, શ્રુત, રૂપ, કુળ, પરાક્રમ, રાજની કૃપા અને તપ એ સાતે મનુષ્યોને મુખ્યત્વે કરીને મંદના હેતુ છે. આ પ્રમાણે સાંભળીને વિમળ મંત્રીનો મદ કરવા માટે પુરેહિતે વિમળ મંત્રીને કહ્યું કે “હે મંગી ! રાજાને આશ્રિત થયેલે સામાન્ય માણસ પણ તેજસ્વી થાય છે, રાજાના આશયથી કેટલાક મરીશ્વર થાય છે, કેટલાક સૈનાધિપતિ થાય છે અને કેટલાક સાર્માતના પદને પામે છે. રાજાનો પ્રસાદ સેવકોને કલ્પવૃક્ષની જેમ અપરિમિત વાંછિતને આપનાર થાય છે. સર્પની ફણ ઉપર ચડીને કે જે નૃત્ય કરે છે કે ગારૂડીકના જ પ્રતાપને ઉદય સ્પષ્ટ બતાવે છે. જે પથ્થર પોતે ડુબે છે અને બીજાઓને પણ ડુબાડે છે તેજ પથ્થર દુસ્તર સમુદ્રમાં તરે અને વાનર સુભટને પણ તારે એ પ્રભાવ પથ્થરને, સમુદ્રનો કે વાનરોના નથી, પરંતુ શ્રીરામચંદ્રના પ્રતાપને તે મહિમા છે. ” તે સાંભળી વિમળ મંત્રી છે કે-“હે પરેહિત ! ચાર વેદમાં તે નિપુણ છે તોપણ તું પડિતસૂઈ જેવો દેખાય છે. કારણ કે આ !

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354