________________
સાથક છે તે તમે સાંભળે, કારણકે કેટલાકના નામ સાર્થક પણ હઈ શકે છે. તે નગર સમગ્ર પ્રકારની સુખકારક લમીને ધારણ કરે છે, તેથી તેનું શ્રીમાળ એવું નામ પ્રસિદ્ધ થયું છે. જેમ રહણચળ પર્વત અને સમુદ્ર રત્નની ખાણરૂપ છે તેમ આ નગર પુરૂષ અને સ્ત્રીરૂપી રન્નેને ધારણ કરે છે તેથી તેનું રત્નમાળ નામ થયું છે. તે નગર વિવિધ પ્રકારના વૃક્ષેથી ઉત્પન્ન થતા પુષ્પના સમૂહથી પરિવરવું છે તેથી પૃથ્વી પર તેનું પુષ્પમાળ એવું નામ પડ્યું છે, તથા તે નગરમાં દુકાનની શ્રેણીઓ, ઘરના સમૂહે અને જિનચૈત્યની પંક્તિઓ આકાશ સુધી ઉંચી ગયેલી છે તેથી તે ભિનમાળ નામે કહેવાય છે. તે નગર નવી નવી સંપત્તિનું સ્થાન છે, તેથી તે દરેક યુગમાં પિતાનું નવું નવું નામ ધારણ કરે છે. આ મરૂદેશ પૃથ્વીપીઠનું ભૂષણ છે, અને આ નગર તે ભૂષણના મધ્ય મણિરૂપ છે. તે નગરમાં ધર્મરૂપી વસ્તુના નિધાનરૂપ મટી પિષધશાળાએ પણ જેવા માં આવે છે, કારણ કે નેત્રવિના સુખ શોભતું નથી. તે નગરમાં નેવું હજાર વણિકે રહેતા હતા, અને પીસ્તાલીશ હજાર બ્રાહ્મણની વસ્તી હતી તેમાં બે વણિકેએ એક બ્રાહ્મણને નિવહ કર એવી તે નગરમાં સ્થિતિ હતી, ત્યારથી આરંભીને વાણુઆઓ બ્રાહ્મણને નિર્વાહ કરવા લાગ્યા છે. તે નગરના કિલ્લાની અંદર કપટ રહિત કરે કેટિધ્વજે રહેતા હતા અને કટ્ટાની બહાર લાખો લક્ષેશ્વરે રહેતા હતા.
તે નગરમાં નાના નામને કેટીશ્વર રહેતું હતું. તે સ્વર્ગ જેવા સગને સાગર, અભંગ સૈભાગ્યવાળો અને વિવેક તથા વિનયને આકર (નિધાન) હતું તેની લક્ષ્મી દેવગે ક્ષીણતા પામી; કારણ કે “વિકટ કાળને લીધે કેટીશ્વરે પણ કીટ જેવા થઈ જાય છે. પાણીની ઘડીઓ ક્ષણમાં ખાલી હોય તે ભરાય છે અને ભરેલી ખાલી થાય છે. તેથી કરીને હું ધનવાન છું એવું અભિમાન સતપુરૂષના મનમાં આવતું નથી. તેણે વિચાર કર્યો કે-“મારૂ ધન ; ઓછું થયું છે, તેથી મારે કિલ્લાની મધ્યે રહેવું યોગ્ય નથી, અને જે