________________
દ્રવ્યસ્તવમાં પ્રમાદી થયા છે તે સાંભળી રાજાએ ગગા અને સિંધુ નદીની વચ્ચે રહેલા માણવક નામના સ્તંભમાંથી નિગમનું પુસ્તક પ્રગટ કર્યું. મેક્ષને સાધનાર ભાવસ્તવજ છે, પણ તે સર્વ ભાવસ્તવ દ્રવ્યસ્તવ પૂર્વક જ અરિહંતોએ પ્રમાણભૂત કરેલ છે. પછી દરેક દેશમાં
અને દરેક રથાનમાં ઘનસાર (ગેરેથી પૂજા અને ઉપહારની અનેક વસ્તુએ કરીને દ્રવ્યરતવની નવી પ્રવૃત્તિ શરૂ થઈ. “સત્ય અર્થને જણાવનાર શાસ્ત્રને જે કર્યો સમદશની મનુષ્ય નિરંતર શુદ્ધ આચરણની ક્રિયામાં ન પ્રવતે ? ” નિગમને પ્રગટ કરવાના પુણ્યથી મરૂત રાજાએ પોતાનો ચરમ ભવ કેવળજ્ઞાનના પ્રકાશમય કર્યો. નિગમ અને આગમના સત્ય સંકેતને જાણનાર મનુષ્યને મિથ્યા આશ્રવને નિરોધ કરનાર સંવર તત્વ પ્રાપ્ત થાય છે. વિશાળ હૃદયવાળા બડુદ્રથ રાજા અને વિશાલાક્ષી રાણી સંવરના પ્રભાવથી જ મેક્ષપદ પામ્યા છે. મનુ જિનશાસનની નિપુણતાને મુશ્કેલીથી પામી શકે છે કારણ કે એક ભાવ જ સારી રીતે આવ્યો હોય તે તે સિદ્ધિને આપનાર થાય છે.
જેમ બ્રહદ્રથ રાજા અને વિશાલાક્ષી રાણીના મિજળ વડે આદ્ર થયેલા હૃદયમાં આદતેય નામના વૃક્ષની જેમ સંવરને લીધે ફળના ઉદયની સ્તુતિ થઈ તેમ તમારા મનમાં પણ સંવરની તે થાઓ. આ પ્રમાણે સંવર તત્ત્વ સર્વ તત્વમાં શ્રેષ્ઠ છે. કેમકે તેનાથી પ્રગટ થયેલે ધર્મ ચિંતામણિ તુલ્ય થાય છે.
( આ કથા અને તેમાંની હકીકત બધી જૈનશાસનના ચાલુ ગ્રોથી તદન જુદા જ પ્રકારની છે.)
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મ હંસગણિતના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશ ઉપવલી નામની ટકાને વિષે રોથી શાખામાં સંલરના સ્વરૂપ ઉપર બૃહદ્રથ અને વિશાલાક્ષીના વર્ણન નામનો અઠ્ઠાવીસ વધુર સાફ થશે.