________________
આપે કે નહીં? ” ગુરૂ દયા કે- હું શ્રાવક ! આષા કાળમાં તારે અમને પૂછવું ન જોઈએ. કારણ કે મુનિએ નિમિત્તશાસ કહેતા નથી. આ જગતમાં નિમિત્તશાસ્ત્રનું જે કહેવું તે મહુર ચારિત્રવાળાના પણ ચારિત્ર રૂપી ચદ્રની નિર્મળતાને નાશ કરે છે, તથાપિ કેઈક કાળે મુનીશ્વરો પણ સમ્યકૃદશનની દીપ્તને માટે નિમિત્તશાસ્ત્રને કહે છે. કારણ કે તેઓ કાળને જાણનારા હેય છે એટલે પરિણામે લાભદાયક હોય તેવી વાત કહે છે. તેથી હું આ પ્રસંગમાં કહું છું કે આ વિવાહ જિનેશ્વરની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારાને નિષેધ કરનાર છે, અર્થાત્ લાભકારક છે માટે તું તારી ઈચ્છા પ્રમાણે કર.” એમ કહી મુનીશ્વર મન રહ્યા.
ત્યારપછી તેઓએ તે કન્યા દુષ્યત રાજાને વિધિપૂર્વક પરણાવી. નવી સ્ત્રીને પરણેલે તે રાજા તીર્થસેવા કરવાની ઈચ્છાથી પાર્શ્વનાથના તીર્થની ભૂમિવાળા તે મોટા પર્વત પર કેટલાક દિવસ રહે. શ્રી પાર્શ્વનાથને પર્વત (સંમેતશિખર) શત્રુંજય પર્વતની જેમ સર્વ તીર્થ મય છે. મનુને મધ્યદેશમાં એના વિના કઈ તીર્થસ્થાન વસવા ચોગ્ય નથી. આ મધ્યદેશમાં ઉત્તમ આચારવાળા અને અધમ આચારને સેવનારા ઘણું મનુષ્ય રહે છે. પણ મધ્યમ આચારવાળા લોકે બહુ રહેતા નથી. શત્રુંજય નામનું તીર્થ વીશ સ્થાનકને સેવનારાઓને તીર્થકર નામ ગોત્ર કર્મને ઉત્પન્ન કરનાર છે. સમેતશિખર પર્વત પર રહીને જે વીશ સ્થાનકને સેવે છે, તે કેવળજ્ઞાનને આપનારૂં કર્મ ઉપાર્જન કરે છે. અબુદાચળ નામના તીર્થમાં રહીને જે વશ
સ્થાનકની આરાધના કરે છે, તે ગણધર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કરે છે. તથા મંડપાદ્રિ તીર્થપર રહીને જે વિશ સ્થાનની સેવા કરે છે તે ચકવતી નામ ગોત્ર કર્મ બાંધે છે. પછી દુર્થાત રાજાએ આ તીર્થની કેટલેક કાળ સેવા કરી, તેટલામાં તેની રાણી શકુંતલાએ ચંદ મહા સ્વએ સૂચિત ગર્ભ ધારણ કર્યો. ત્યારપછી રાજા રાણને શ્રાદ્ધદેવ પાસે રાખી ગુરૂને વંદન કરી મિથિલા નગરીમાં ગયે, અને પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.