________________
પંડિતને તેના પર કેપ આવ્યું, અને તે છે કે-“અરે રાજપુત્ર આ સુગમ અર્થવાળી ગાથાને તું કેમ સમજતે નથી?” તે સાંભળી ભોંયરામાં રહેલ રાજપુત્ર બે કે-“સેંકડે પ્રયત્નથી મેળવેલા અને પ્રાણથી પણ વધારે પ્રિય એવા ધનનું જે દાન કરવું તેજ એક ગતિ છે તે સિવાય બીજી સર્વ વિપત્તિ જ છે, દાન અને ભેગ એ બન્ને વચ્ચે મેટો તફાવત છે, કેમકે દાન કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, અને ભેગથી તે તે વિષ્ટા રૂપજ થાય છે.”
આ હકીકત સાંભળી પિતાના પુત્રને વિવેક ઉત્પન્ન થયા જાણી રાજાએ તેને ભૂમિષહમાંથી બહાર કાઢો. પછી તેમ રાજાએ પિતાને
જીર્ણ તંભ તુલ્ય જે પિતાના રાજ્યસ્થાન ઉપર નવા સ્તંભની જેમ તેને સ્થાપન કર્યો. ત્યારે નિર્દોષ અને સમગ્ર નીતિના સ્થાન રૂપ તે ભર્તુહરિ રાજા મોટા મહિમાનું સ્થાન અને વિવેકી જનને શિરોમણિ થશે. *
એકદા કઈ એક બ્રાહ્મણે દ્રવ્યને માટે કઈ દેવીની આરાધના કરી, ત્યારે તે દેવીએ તેને કહ્યું કે-“આ બીજોરું તું ગ્રહણ કર. આ ફળનો મહિમા જે ખાય તે અજરામર થાય એવે છે.” તે ફળ લઈ બ્રાહ્મણ પિતાને ઘેર આવે. હાથ પગ ધોઈ ભોજનને માટે એક થાળમાં તે ફળ મૂકયું. તરત જ તેના હૃદયમાં તર્ક થયે કે “ આવા માહામ્યવાળા આ ફળને આસ્વાદ કરવાથી મને શું ફળ છે? હું તે પ્રથમથી જ દરિદ્રી છું, તેથી મારા જીવિતનું શું પ્રજન છે આ ફળ જે કદાચ રાજા ભક્ષણ કરે તે જગતને લાભ થાય અને જગતની કુક્ષિને ભરનાર તે રાજા મને પણ લક્ષ્મી આપશે.” એમ વિચારીને તેણે રાજા પાસે જઈ તે ફળનું માહાસ્ય કહી રાજાને તે ફળ ભેટ કર્યું. રાજાએ તેને ઘણું ધન આપી હર્ષિત કર્યો. પછી રાજાએ વિચાર કરી તે ફળ પિતાની રાણીને આપ્યું, અને રાણીનું મન મહાવત ઉપર આસક્ત હતું તેથી તેણે તે ફળ તેને આપ્યું. મહાવતે તે ફળ તેની રાખેલી વેશ્યાને આપ્યું. અને વેશ્યાએ તે રાજાનેજ આપ્યું. બcર એ ઉછાળેલું રત્ન ફરી ફરીને સમુદ્રમાંજ આવે છે.”કહ્યું છે