________________
રાક
હવે તે ધી સાધુ મરણ પામીને કેશિક નામને તાપસ થયું. તેણે પોતાની વાડીમાં આમ્ર વિગેરે અનેક વૃક્ષ વાવ્યા હતા, તે વૃક્ષે અમૃત સમાન ફળવડે ચુક્ત થવાથી બહુ - શેલતા હતા, અને તેના ઉત્તમ રસનું આસ્વાદન કરીને તાપસે
સ્વર્ગનું સુખ માનતા હતા. તે વનમાં ' અશોક વૃક્ષેની શ્રેણીઓ શેભી રહી હતી, તેને પાંદડાંની મિષથી જાણે વનલક્ષમી મૂતિમાન રાગને દેખાડતી હોય તેવી શોભતી હતી. તે વનમાં કોઈ ઠેકાણે ચંપકના વૃક્ષે હતા,તેને પુષ્પ જાણે કે વનલક્ષ્મીરૂપી સ્ત્રીના સુવર્ણના અલંકાર હોય તેવા દેખાતા હતા. તેના પુના સુગંધમાં લુબ્ધ થયેલી ભ્રમરની શ્રેણિ ક્રીડા કરે છે એમ સમજવું નહીં પરંતુ વનલક્ષ્મી રૂપી સ્ત્રીના મસ્તક પર રહેલો વેણુદંડ શેભે છે એમ સમજવું. એ વિશાળ વન જાણે ઇંદ્રનીલ મણિને મેટો થાળ હોય તેવું શોભતું હતું. અને તેની અંદર રહેલા વૃક્ષેપર રહેલા ફળે તાપસરૂપી રાજાને ભેજન કરવા માટે મેદની જેવા શોભતા હતા. આવા પ્રકારની વાટિકાનું પૃથ્વીનું રક્ષણ રાજ કરે તેમ તે તાપસ રક્ષણ કરતો હતો. તેમાં કેઈથી પ્રવેશ પણ કરી શકાતું નહે. વળી તે વનમાં પેસીને કઈ પણ માણસ વૃક્ષ અને લતાઓનાં પાંદડાં પણ તેડી શકતું નહીં તથા તેની શાખાને મર્દન કરી શકતું નહીં.
એકદા તે તાપસ વાડીના રક્ષણ માટે કાંટા લેવા કાંઈક દૂર ગયે, તેવામાં ક્રીડા કરતા રાજપુત્રે ત્યાં આવ્યા. તાપસ રહિત તે વાડીને જોઈને તેઓએ તેમાં પ્રવેશ કર્યો. “સ્વામી વિના અંદર આવવાને નિષેધ કેણ કરે?” પછી જાણે વૈરથી જ આવ્યા હોય તેમ તેઓએ કીડા કરતાં રાજા વિનાની નગરીની જેમ તે વાટિકાને બહુ વિનાશ કરી નાખ્યું. તેઓ વૃક્ષે અને લતાઓનાં પાંદડાં તેડવા લાગ્યા, પુપે ચુંટવા ૧ વાડીનેજ વન સમજવાનું છે.