________________
(૨૪) ૌરવપણાથી વખાણવા લાયક હતા. આવા કઠીન કળિયુગમાં તેના ભાગ્યથી જ શ્રાવકના આચારરૂપી માણિક્યને આપનાર નિધાનની જેવા શાસ્ત્ર ટકી રહ્યાં હતાં. બુદ્ધિમાન એવા કાળીદાસ નામના વિદ્વાને તેની પાસે આ પ્રમાણે શાસ્ત્રપ્રશંસા કરી હતી–
શ્રી નાભિરાજાના ઉત્તમ વંશરૂપી કમળને વિકરવર કરવામાં સૂર્ય સમાન, નિરંજન જ્ઞાનમય, ધર્મકિયા તથા વ્યવહાર કિયાને ઉપદેશ આપનાર અને સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનાર શ્રી સ્વામીને નમસ્કાર થાઓ. શ્રીજિનેશ્વરના મુખકમળથી સાંભળેલા પદાર્થસમૂહને જાણનારા શ્રી ભરત મહારાજાએ શ્રાવક જનેને ઉપગી તથા શ્રાદ્ધવર્ગને ઉચિત આચરણના નિધિ સમાન ચાર વેદો રચ્યા છે. તેમાં ઉત્તમ રહસ્યવાળા છત્રીશ અદ્દભુત ઉપનિષદને સમૂહ છે, તેમનાં નામ આપવા પૂર્વક હું તેનું કીર્તન કરૂં છું–
આદર્શની જેમ દર્શનના ભેદને દેખાડનાર તથા ભાવનાએને ભેદ કરનાર શ્રીઉત્તરારયક નામના ઉપનિષને અતિ આનંદના તરગેથી જેનું અંગ ઉછળે છે એ હું વંદના કરું છું. ૧. ગુરૂ વિગેરેના તત્ત્વરૂપી કલ્પવૃક્ષને ઉત્પન્ન કરનારા જાણે પાંચ મેરૂ હોય તેમ જેમાં પાંચ મેટા અધ્યાયે રહેલા છે, તેવા પંચાધ્યાય નામના ઉપનિષદ્દનું કોણ ધ્યાન ન કરી ૨. શ્રી કેવળજ્ઞાનીઓનું ચરિત્ર કહેવાથી શ્રોતાજની સભાને પવિત્ર કરનાર તથા શ્રી આબુ અને શ્રી શત્રુંજ્ય તીર્થના ગરવને વિસ્તાર કરનાર બહુત્રચ નામના ઉપનિષદુની અમે ઉપાસના કરીએ છીએ. ૩. વિજ્ઞાનઘનાણું નામ
૧ આવરણ રહિત અથ કેવળ