________________
સ્પર્ધા કરવાથી જ ચંદ્ર કલંક્તિ થયે હોય એમ જણાય છે. છીપને વિષે મુક્તાફળની જેમ તેણીની કુક્ષિથી નર્મદ, નરપાળ અને પિપટ નામના ત્રણ પુત્ર થયા હતા. ઉપરાંત કલ્પવૃક્ષની મજ રીની જેવી ફ નામની તેણીને એક પુત્રી થઈ હતી. તે જિનધર્મમાં કુશળ હતી. તે ચારેની અનુપમ કળાઓ તથા લેકની પ્રીતિ ઉત્પન્ન કરનારા ગુણો શરીરની સ્પર્ધાએ કરીને હમેશાં વૃદ્ધિ પામતા હતા. વિનયના સ્થાનરૂપ ત્રણે પુત્રને યશસમૂહ અખંડિત હતું, તેઓ જાણે પૃથ્વી પર ઉતરેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર હોય તે શોભતા હતા. સાથે જ કીડા કરતા અને સાથે જ ભેજન વિગેરે ક્રિયા કરતા એવા તેઓ ભિન્ન શરીરવાળા હતા, તે પણ જાણે તેમનો જીવ એકજ હોય તેવા દેખાતા હતા. અનુક્રમે તેમને માતપિતાએ લેખશાળામાં પંડિતેની પાસે મોકલ્યા. ત્યાં શુભ હૃદયવાળા તેઓ માતૃકાદિક શાસ્ત્રાનો અભ્યાસ કરવા લાગ્યા.
એકદા લક્ષ્મીના સાગરરૂપ તે નગરમાં વિહારના કમથી શ્રીજયચંદ્ર નામના સૂરિ ગુણવાન અને પંડિત એવા રાજતિલક વિગેરે શિષ્ય તથા બીજા પણ પ્રમાદ રહિત સાધુઓ સહિત પધાર્યા. તે સૂરિની કરેલી સમશ્યાતિથી ખુશી થયેલા દક્ષિણ દેશના વાદીઓએ તેમને શ્યામશારદા એવું બિરૂદ આપીને તેમની અત્યંત પ્રશંસા કરી હતી. તે સમસુંદર સૂરિની પાટના અલંકારભૂત હતા, ચારિત્રલક્ષ્મીરૂપી સ્ત્રીના હાર સમાન હતા, તપગચ્છના નાયક હતા, તથા આગમના ઘરરૂપ હતા. તેમનું આગમન સાંભળી સ્ત્રી અને પુત્રો સહિત ડુંગર શ્રેણી વિગેરેનગરના સર્વ લેકે તેમની પાસે આવી તેમને વંદના કરી તથા તેમની સ્તુતિ કરી યોગ્ય રથાને બેઠા. પછી પરોપકાર કરવામાં તત્પર ગુરૂએ ભવ્ય જેના મનરૂપી જળના
૧ અક્ષર વિગેરે. ૨ પંન્યાસ કે એવા બીજા પદવાળા