________________
( ૨૦૪)
અન્ય ગચ્છના નાયકે અને શ્રેષ્ઠ મુનિઓ આ કાળે પણ છે કે જેઓ સમયને એવાં શાસ્ત્રને જાણનારા અને ચારિત્રાનું આચરણ કરવામાં ઉધમવંત હોય છે. તે સર્વે દેશવિરતિ શ્રાવકોએ પિતાના સમકિતની શુદ્ધિને માટે સ્તુતિ કરવા લાયક અને સેવવા લાયક છે. આ ક્ષેત્રમાં અને આ કાળમાં પણ જેઓ જ્ઞાન અને ચારિત્ર ગુણને ધારણ કરનારા હોય, તેઓની શાસ્ત્રદષ્ટિથી અને હૃદયરૂપી દષ્ટિથી પરીક્ષા કરીને ઉત્તમ શ્રાવકોએ પિતાના ધર્મની વૃદ્ધિને માટે શિધ્રપણે પ્રમાદને ત્યાગ કરીને સેવા કરવી. કારણ કે તેઓ સંસારસમુદ્રથી તારનારા છે. નિગમ અને આગમના વાક્યને અનુસરીને આ પાંચમા આરાને વિષે ઓછા ગુણવાળા-ઓછા જ્ઞાનવાળા પણ ચારિત્ર પાળવામાં તત્પર હોય તે સદગુરૂ સર્વોત્તમપણે માનવા લાયક છે.
હે ઉત્તમ શ્રાવકો ! આત્મહિતની ઈચ્છાવાળા તમને સેવવા લાયક ઉત્તમ ગુરૂની એક વાનક હું દેખાડું છું. તે તમે સાંભળો–
જે નિગમ અને આગમને જાણુના છે, મૂળ ગુણ તથા ઉત્તર ગુણને પાળનારા છે, વિવિધ દેશના જનસમૂહને પ્રતિબંધ કરવામાં તત્પર છે, ધર્મરૂપી દૂધ અને અધર્મરૂપી જળનું વિવેચન-પૃથપણું કરવામાં હંસ જેવા છે, નિશ્ચય અને વ્યવહારની વ્યવસ્થા કરવામાં કુશળ છે, તથા આ કાળ અને આ ક્ષેત્રને આશ્રીને જે સમ્યજ્ઞાન અને ઉત્તમ ગુણના આશ્રયરૂપ છે, તે શ્રીધર્મહંસ નામના સદગુરૂની તમે સેવા કરે. આ શ્રેષ્ઠ ગુરૂને વિષે જે અસાધારણ ગુણે છે, તેનું મારી જે મંદ બુદ્ધિવાળે કેમ વર્ણન કરી શકે? તેના ગુણનું સ્તવન કરવામાં સાવધાન થયેલે કુશળ માણસ પણ સાક્ષાત વિલ થઈ જાય છે. તે પણ તે સદગુરૂનું હું કાંઈક સ્વરૂપ કહું છું.