________________
( ૧૭ )
અન્ય પ્રાણુના પગને સ્પર્શ કેધને પુષ્ટ કરનાર થાય છે, પરંતુ આ ગુરૂના પગને સ્પર્શ તે હર્ષને માટે થાય છે. અહો ! કર્મનું અંતર કેટલું બધું છે ? વાદીઓનાં મુખકમળને બંધ કરનાર શ્રી ગુરૂરૂપી ચંદ્રમા જ્ય પામો, કે જેને 'પાદપ્રસર નિરંતર કુવલયને આનંદ પમાડે છે-વિકસ્વર કરે છે. અગણ્ય ગુણરૂપી દેવતાઓના સમહની કીડાથી શોભતા તેમના અંગરૂપી મેરૂ પર્વતને પાસે રહેલા પાદ શોભાવે છે.
ઇતિ ચરણુષ્ટકમ્. ૮ પહેલાં કૃતયુગે અનેક જનને કળાવાન કર્યા હતા, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ આવા કળિયુગમાં પણ જેને કળાવાન થાય તે આશ્ચર્ય છે. આ ગુરૂને જેવાથી શું આ નાગૅદ્ર છે ? ઉપેદ્ર છે ? રૂદ્ર છે ? ચંદ્ર છે ? હેમચંદ્ર છે ? હરિઇંદ્ર છે ? ઈંદ્ર છે ? ગુરૂને વિષે ચંદ્ર સમાન સુધર્મા સ્વામી છે ? ગોતમ સ્વામી છે ? જંબૂવામી છે ? શય્યભવ છે ? કે પ્રભવ સ્વામી છે ? એ રીતે સર્વ આચાર્યો સ્મરણમાં આવે છે. આ ગુરૂ નદિષેણ મુનિની જેમ ઉત્તમ દેશના આપવામાં શક્તિમાન છે, જાણે બીજા સ્થલિભદ્ર હોય તેમ નિષ્કપટ, બ્રહ્મચર્યની લક્ષ્મીવાળા છે, પાપને નાશ કરનાર ભદ્રબાહુ ૨વામીની જેમ શ્રીસંઘના વિપ્નને નાશ કરનાર છે, યશોભદ્રની જેમ સર્વ ઉત્તમ અતિશને ધારણ કરનાર છે, વાદી શ્રીદેવસૂ રિની જેમ શેવ વિગેરે મોટા વાદીઓને પરાજય કરનાર છે, સિદ્ધસેનની જેમ પૂર્વમાં રહેલા કૃતને જાણનારા છે, આર્ય સુહસ્તીની જેમ રાજાઓને પણ પ્રતિબંધ પમાડનાર છે, ક્ષમાષિની જેમ તેમણે અભિગ્રહ સહિત ઘણું તપ કર્યો છે. જાણે બીજા હેમચંદ્ર આચાર્ય હાય તેમ તે ગ્રંથો રચવામાં સમર્થ છે. કાલીદાસ કવિની જેમ મનહર નવાં કાળે કર
૧ શરણ, કિરણ. ૨ પૃથ્વીવલય, પોયણાં ૩ પગ, નાની ટેકરીઓ.