________________
( ૧૦ ) પાપ લાગે છે.. પાસશસ્મૃતિ વિગેરેમાં પણ કહ્યું છે કે —“ સૂર્યોદય સમયે જે તિથિ થેડી પણ લેય તેજ તિથિ તે દિવસે સંપૂર્ણ માનવી, સૂર્યોદય વિનાની ઘીવાર પહેચતી તિથિ ગ્રહણ કરવી નહીં.”
શ્રીઉમાસ્વાતિવાચક તિથિના આરાધનને અંગે કહે છે કે—“ કોઈ પર્વતિથિને ક્ષય હોય તે પૂર્વની તિથિ લેવી અર્થાત તેની પાછળની તિથિને પર્વતિથિ તરીકે માનવી. અને પર્વતિથિની વૃદ્ધિ હોય તે બેમાંથી છેલ્લી તિથિને પતિથિ તરીકે માનવી. અને શ્રી મહાવીર સ્વામીના નિર્વાણની+ તિથિ લેકને અનુસારે લેવી.” અર્થાત લેકે કરે ત્યારે કરવી.
જિનેશ્વરના પાંચ લ્યાણકના દિવસે પણ પર્વતિથિરૂપ હોવાથી નિર્મળ ધ્યાન, તપ અને દાનાદિકવડે નિરંતર આરાધવા રોગ્ય છે. * શાસ્ત્રમાં સંભળાય છે કે –ત્રણ ખંડ ભારતના અધિપતિ અને અનેક પ્રાણીઓને પીડા કરનાર શ્રીકૃષ્ણ વાસુદેવ સર્વ પર્વના દિવસે આરાધવા અસમર્થ હતા, તેને એકદા ધર્મના આરાધનની ઈચ્છા થવાથી તેણે વિનયપૂર્વક સમુંદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમિનાથ સ્વામીને ઉત્કૃષ્ટ પર્વને દીવસ પૂછો ત્યારે કેવળજ્ઞાન વડે સૂય સમાન શ્રીભગવાન બોલ્યા કે—“હે વાસુદેવ! માર્ગશીર્ષ માસની શુકલ એકાદશી સર્વ પર્વમાં ઉત્તમ છે. કારણ કે તે દિવસે પાંચ ભરત અને પાંચ એરવતના જિનેશ્વરના પાંચ પાંચ કલ્યાણ કે થયાં છે. તેથી તે તિથિ જગતમાં સર્વોત્તમ છે.” તે સાંભળી શ્રીકૃષ્ણ મન ધારણ કરી તથા પૌષધ વિગેરે ગ્રહણ કરી તે પર્વનું આરાધન કર્યું. થોડું કાર્ય પણ
+ મૂળમાં શાન અને નિર્વાણ અને લખ્યા છે તે સમજાતું નથી.