________________
( ૧૮૯ )
આ પ્રમાણે જિનરાજની પૂજા કરવામાં તત્પર રહેલા ધનપાળ નામના શ્રેષ્ઠ પંડિત ભાજરાજાની સભામાં મુગટ સમાન થયા. તે જ રીતે હે બુદ્ધિમાન ભજ્યેા ! તમારે પણ સ્વર્ગ અને મેાક્ષના અતુલ સુખને આપનાર શ્રીજિનેશ્વરીની પુષ્પ, જળ અને ચક્રનાદિકવડે પુજા કરવી.
આ પ્રમાણે શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇંદ્રહસ ગણિએ રચેલી શ્રીઉપદેશ કલ્પવઠ્ઠી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં જિનપૂજા કરવાના વિષય ઉપર ધનપાળ પતિની કથાના વર્ણન નામના ઓગણીશમે પદ્મવ પૂર્ણ થયા.
પલ્લવ ૨૦ મા.
જે જિનેશ્વરે પેાતાના યશના સમૂહે કરીને સમગ્ર દિશાએને ઉજ્વળ કરી છે, તે ત્રણ ભુવનના એકાંત હિતકર્તા શ્રીમુનિસુવ્રતસ્વામીની હું સ્તુતિ કરૂ ં છું, તે તમને હિત કરનાર થા.
જિનપૂજાના અધિકાર કહ્યા પછી હવે જિનસ્તુતિ નામનુ વીશમ્' દ્વાર કહે છે.—
जिणथुपणं
*જિનેશ્વરનુ –અરિહંતનું સ્તવન એટલે સ્તુતિ, અર્થાત્ તેમના ગુણાનુ કીર્તન. જિનેશ્વરના ગુણાનુ કીર્તન કરવાની વિધિમાં સુશ્રાવકાએ નિરંતર યત્ન કરવા. આ સક્ષેપથી અર્થ કહ્યા. હવે વિસ્તારથી અર્થ કહે છે..