________________
(966)
,
ત્યાંથી પાછા વળી જિનાલયેામાં જઇ અરિહંત દેવની પૂજા કરી. આ દેવપૂજાની હકીકત ચર પુરૂષાએ આવી રાજાને કરી. પછી પંડિત પૂજા કરીને આવ્યા ત્યારે રાજાએ તેને કહ્યું કે—“ તમે કેટલાક ધ્રુવે પૂજ્યા અને કેટલાક ન પૂજ્યા તેનું શું કારણ ? તે એલ્યા—“ હે સ્વામી ! જે દેવા પૂજાને લાયક હતા તેમની મેં પૂજા કરી છે. હું આર્ય ! ગુણાએ કરીને દેવપણું જણાય છે, કાંઇ નામથી વાસ્તવિક દેવ કહેવાતા નથી. જે સ્ત્રી, શસ્ત્ર, અક્ષસૂત્ર ( માળા ) વિગેરે રાગાદિકના ચિન્હાથી કલંકિત તથા નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તત્પર હાય તેવા દેવા મુક્તિ આપી શકતા નથી. નાટક, હાસ્ય અને સંગીતાદિકના વ્યાપા રથી વ્યાકુળ થયેલા દેવા પેાતાના આશ્રિત પ્રાણીઓને શાંતપદ ( મેાક્ષ ) શી રીતે આપી શકે ? જે દેવને ચરણ નથી તેને મારે શી રીતે પ્રણામ કરવા ? જેને ભાલસ્થળ નથી તેને તિલક ક્યાં કરવું ? જેને કાન નથી તેની પાસે ગીતગાન શી રીતે કરવું ? અને જેને કંઠ નથી તેને પુષ્પની માળા કાં આરાપણુ કરવી ? પ્રાકાર, મંડપ અને છત્રાદિકથી શેાભતા, પર્યંકાસને બેઠેલા તથા જેની મૂર્તિ અને ષ્ટિ દોષ રહિત છે એવા જિનેશ્વર સમાન બીજા કાઈ પણ દેવ નથી. આ પ્રમાણે દેવ સ - ખંધી વિચાર સાંભળી ભેાજરાજા ઘણા રજીત થયા. આ રીતે તે પંડિતે રાજાને મેાક્ષ આપનાર એવા જૈનધર્મમાં સ્થિર કર્યા.
""
ધનપાળ પંડિતે પાપના સમૂહનો નાશ કરનાર જિનપૂજા કરવાથી પૃથ્વીપર યશરૂપી કપૂરની સુગ ંધ ફેલાવી. જિનપૂજાવડે સર્વ મનોવાંછિત પૂર્ણ થાય છે, પૂજા કરવાથી પાતે પૂજવા ચેાગ્ય થાય છે, પૂજાવડે વિઘ્ના નાશ પામે છે અને પૂજાવડે સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રાત:કાળે સુગધી વાસક્ષેપે કરીને, મધ્યાન્હકાળે પુષ્પાએ કરીને અને સાયકાળે ધૂપ તથા દીપે કરીને જિનેશ્વરની પૂજા કરવી.