________________
(૧૧) કાળને યોગે મોટા લાભને માટે થાય છે તે વિષે વૈદક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ શરદ ઋતુમાં જે જળ પીવાયું હોય, પિષિ અને માઘ માસમાં જે જે કરાયું હોય તથા જેઠ અને અષાડ માસમાં જે સુવાયું હોય, તેના વડે જ મનુષ્ય જીવે છે. શ્રીકૃષ્ણ માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીનું આરાધન કર્યું, તેથી તે તિથિ સર્વ લેકમાં આરાધવા લાયક થઈ. પર્વતિથિનું પાલન કરવું તે પ્રાણુઓને શુભ આયુષ્યકર્મના બંધને માટે થાય છે, તેથી તે દિવસે શુભ ધ્યાન અને દાનાદિકને વિષે મનને સ્થાપન કરવું. તે વિષે આગમમાં કહ્યું છે કે “હે ભગવાન! બીજ વગેરે પાંચ પર્વતિથિને વિષે ધર્મનું અનુષ્ઠાન કરવાથી શું ફરી થાય?” ભગવાને કહ્યું કે – “ હે ગૌતમ! ઘણું ફળ થાય છે. કારણ કે એ તિથિઓમાં જીવ પ્રાયે કરીને પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તે દિવસે ધર્માનુષ્ઠાન અવશ્ય કર્યું છે જેથી શુભ આયુષ્યને બંધ થાય. ” અન્ય મતના શાસનમાં પણ સર્વ પર્વને વિષે નાન, મૈથુન, વિગેરે નિષેધ કરેલ જોવામાં આવે છે. તે વિષે વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે હે રાજા ! ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ દિવસે પર્વના છે, તે દિવસે એ તથા સૂર્યની સંક્રાંતિના દિવસેએ તેલનું અભંગ કરનાર, સ્ત્રીનું સેવન કરનાર અને માંસાદિકને ઉપભેગ કરનાર મનુષ્ય મરણ પામ્યા પછી વિષ્ટા અને મૂત્રનું જ જ્યાં ભેજન છે એવા વિભૂગર્ભજન નામના નરકમાં જાય છે. તેથી પર્વને દિવસે દીનજને ઉપર વત્સલતા રાખનારા બુદ્ધિમાન પુરૂષોએ ધર્મકાર્ય કરવામાં ઉધમ કર. પુર્વોક્ત કાર્યો કરવાં નહીં.
“ધર્મને પિષ એટલે પુષ્ટિને ધારણ કરનાર”એ પિષધ શબ્દનો અર્થ થાય છે. તેથી ઉત્તમ શ્રાવકોએ પર્વને. દિવસે પિષધ ત ગ્રહણું કરવું. તે પૌષધ-દિવસરાત્રિમે (આઠ