________________
(૧૩). યુદ્ધ પ્રારંવ્યું. તેમાં પરાજય પામેલા તે દેવે કહ્યું કે–“હે બુદ્ધિના નિધાન કૃષ્ણ રાજા! મારી સાથે પાણિ (પાટુ)ના પ્રહારથી યુદ્ધ કરી તમારે અશ્વ ગ્રહણ કરે.” ત્યારે વિષ્ણુ બેલ્યા કે –“હે દેવ ! હું કદાપિ નીચ યુદ્ધવડે યુદ્ધ કરતા નથી. ભલે તમે અશ્વ લઈ જાઓ અને મને પરાભવ પામેલ માનજે.” તે સાંભળી દેવનું મન રંજિત થયું. તેણે ઇ કરેલી તેની પ્રશંસાની વાત કહીને કહ્યું કે –“હે રાજા ! મેં તમારી બન્ને પ્રકારે પરીક્ષા કરી છે, તેમાં તમે ઇંદ્ર કહ્યા તેવા જ ગુણી જણાયા છે, માટે મારી પાસે કાંઈ પણ વરદાન માગે.” ત્યારે કૃષ્ણ તેની પાસે લોકોના ઉપકારને માટે માત્ર જેના શબ્દશ્રવણ માત્રથીજ રોગને નાશ થાય એવી શ્રેષ્ઠ ચંદનની ભેરી માગી. તે આપને તે દેવ સ્વર્ગે ગયે.
કૃણે દેવે આપેલી ભેરીને એક રક્ષક નીમ્યો. તે ભરી છે મારે એક વાર વગાડવામાં આવતી, તેને શબ્દ સાંભળવાથી છ માસ સુધીના ઉત્પન્ન થયેલા પ્રજાના રે નાશ પામતા હતા, અને બીજા છ માસ સુધી નવા રે ઉત્પન્ન થતા હતા. તે ભેરી છ છ મહિને વગાડવામાં આવતી, તેથી પરદેશી લેકે પણ પોતાના રોગને નાશ કરવા ત્યાં આવતા હતા, ભેરી વગાડવાને સમય દૂર હોવાથી કેટલાક માણસો તેટલા દિવસ ત્યાં રહેવા ઈચ્છતા નહી અને પોતાના દેશમાં જવા ઉત્સુક બનતા, તેથી તેઓ ભેરીના રક્ષકને કેટી સુવર્ણ આપી તેની પાસેથી પિતાના રેગની શાંતિ માટે તે ભેરીમાંથી એક એક ચંદનને કડ લેતા હતા તેને ઠેકાણે તે રક્ષક બીજા કકડા જેડતે હતે. આ રીતે કેટલેક કાળ ગમે ત્યારે તે ભેરી કંથા જેવી થઈ ગઈ, એટલે તેને શબ્દ જે આખી નગરીને પૂરી દેતે હતું, તે માત્ર સભામાં પણ પૂરો સંભળાતો નહીં. એકદા તે ભેરી વગાડી તે વખતે તેનો તે અલ્પ શબ્દ સાંભળી રાજાએ તેના રક્ષકને