________________
( ૧૭૮ )
',
૧
કરવી. પછી પ્રભુની જમણી બાજુએ જ રહીને ધ્યાન અને ચૈત્યવંદન કરવુ. જિનેશ્વરની પજા કરતી વખતે પદ્માસને બેસવું, નાસિકાના અગ્ર ભાગ ઉપર દિષ્ટ રાખવી, મૈાન ધારણ કરવુ અને શરીરને વસ્રવડે ઢાંકવું, જિનેશ્વરની પ્રીતિ સંપાદન કરવા માટે ભક્ત જનાએ પુષ્પ, પત્ર કે ફળ જે હાથમાંથી પડી ગયું હાય, પૃથ્વી પર પડેલું હાય, પગને અડકી ગયું હાય, મસ્તક પર રહેલુ હાય, ખરાબ વસ્તુમાં રાખેલુ હોય, નાભિથી નીચે ધારણ કરેલું હાય, દુષ્ટ જનાએ સ્પર્શ કરેલ હોય, મેઘની ધારાવડે હણાયેલુ' હાય તથા કીડાઓથી દૂષિત થયુ હોય તે તજવા ચેાગ્ય છે. એવા પુષ્પાદિકથી પૂજા કરવી નહીં. જે વસ્ત્ર કેટને સ્પર્શેલ હાય, જે વસ્ત્ર પહેરીને કાયચિંતા, લઘુ નીતિ કે મૈથુન કર્યું હાય તે વસ્ત્ર તજવા યાગ્ય છે. એક પુષ્પના એ ભાગ કરવા નહીં, પુષ્પની કળી પણ છેઢવી નહીં, ચંપક કે કમળના ભેદ (છંદ) કરવાથી મુનિની હિંસા કર્યાં જેટલુ પાપ લાગે છે. સિધ્ધાંતમાં કહ્યું છે કે-ગ ંધાદકવર્ડ સ્નાત્ર, અષ્ટ પ્રકારી પૂજા, માંગળ દીપક અને આરતિ વિગેરે હમેશાં કરવુ.' શાસ્ત્રવિધિ પૂર્વક જિતેશ્વરનું ચૈત્ય કરાવવું, પ્રતિમાની સ્થાપના કરવી, યાત્રા કરવી અને પૂજા કરવી. આ ક્રૂવ્યસ્તવ ભાવસ્તવનું કારણુ છે. નિરંતર ધર્મના સમગ્ર કાર્યમાં નહીં પ્રવર્તેલા શ્રાવકાને આ વ્યસ્તવ સંસારને અલ્પ કરનાર હાવાથી ચાગ્ય છે. નિરંતર આર્ભમાં આસક્ત થયેલા, છ કાય જીવવધથી નિવૃત્તિ નહીં પામેલા અને સંસારરૂપી અરણ્યમાં પડેલા ગૃહસ્થીઓને આ દ્રવ્યસ્તવ આલબનરૂપ છે. તપ નિયમ કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે, દાન કરવાથી ઉત્તમ ભાગા પ્રાપ્ત થાય છે, દેવપૂજા કરવાથી રાજ્ય મળે છે, અને અનશન કરીને મૃત્યુ પામવાથી ઇંદ્રપણું પ્રાપ્ત થાય છે. જે પ્રાણી ચંદન અને પુષ્પવર્ડ જિનેશ્વરની પૂજા કરે છે તે અશાક નામના માળીની જેમ માક્ષલક્ષ્મીને પામે છે.
૧ હવે કુલ વીધીને તે। હાર પ્રેમ જ કરાય તે વિચારવું. .