________________
( ૧૭૧ )
ચુલે, પાણિયારું અને સાવરણી એ પાંચ ગૃહસ્થના કસાઈખાના –હિંસાનાં સ્થાન છે. તેના પાપથી તેઓ સ્વર્ગે જતા નથી. પણ જે ગૃહસ્થ સર્વત્ર યતનાપૂર્વક પ્રવર્તે, તે તે શુદ્ધ થાય છે. પૂર્વે યતનાને પાળવાથી લીલાવતી શુદ્ધ હૃદયવાળી થઈ હતી. તેનું દર્શત આ પ્રમાણે
લીલાવતીની થા. " આ ભરતક્ષેત્રમાં વસતપુર નામનું નગર છે. તે સીમા વગરના ધનનું સ્થાન છે. તે નગરમાં પ્રજાઓને રંજન કરવાની લાલસાવાળો પ્રજા પાળ નામે રાજા હતા, અને વસંતતિલક નામને એક શ્રેણી રહેતા હતા, તે સર્વ ઈશ્વેમાં તિલક સમાન હતું. તે શેઠ પિતાના હસ્તકમળવડે. અગણિત દાન દઈને કલ્પવૃક્ષો પણ તિરસ્કાર કરતું હતું. તેને કામદેવરૂપ આમ્રવૃક્ષની જાણે મંજરી હોય તેવી વસંતમંજરી નામની કાંતા હતી, તે શીળરૂપી અલંકારવડે શોભતી હતી અને રૂપ ૌંદર્યવડે દેવાંગનાને પણ તિરસ્કાર કરતી હતી. તેને પોતાના વંશરૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચંદ્ર સમાન કામદેવ, યશેદેવ, શ્રીદેવ અને નરદેવ નામના ચાર પુત્ર થયા હતા. તે નગરમાં મોટા વ્યવહારીના કુળમાં ઉત્પન્ન થયેલી અને રૂપની સંપત્તિએ કરીને યુક્ત એવી શ્રીમતી, ધીમતી, કીતિમતી અને લીલાવતી નામની ચાર કન્યાઓ હતી. તેમની સાથે શ્રેણીએ પિતાના ચાર પુત્રને પરણાવ્યા હતા. તે સ્ત્રીઓથી પરિવરેલા શ્રેષ્ઠીપુત્રો હાથણુઓથી પરિવરેલા હાથીઓની જેવા શોભતા હતા. શ્રેણીઓ ઘરના એગ્ય બંધારણને માટે ચારે વહુએને અનુક્રમે રસોઈ કરવાનું, ધાન્ય સાચવવાનું, જમનારાઓને પીરસવાનું અને પાણી સાચવવાનું કામ સોંપવાવડે ચગ્ય વ્યવસ્થા કરી હતી. તેમાં ચોથી વહે લીલાવતી હમેશાં માણુમાં,