________________
( ૧૭ ) અનશનને હું અંગીકાર કરું છું. સવેગને પામેલે હું જાવજીવ પર્યત ચાર પ્રકારના આહારને ત્યાગ કરૂં છું, અને છેલ્લા શ્વાસોશ્વાસે શુભધ્યાનમાં રહીને મારા દેહને પણ હું સિરાવું છું. પહેલું મંગળ અરિહંત છે, બીજું મંગળ સિદ્ધ ભગવાન છે, ત્રીજું મંગળ સાધુઓ છે, અને ચોથું મંગળ જિન ધર્મ છે. આ પ્રમાણે જે પ્રાણુ શાંત ચિત્તે નંદન મુનિની કરેલી ભવવિરાધના (આરાધના) ને અનુસરે છે તે એક છત્રવાળું પ્રભુપણું (ચક્રવતી પણું) અને દેવેંદ્રપણું પ્રાપ્ત કરે છે..
આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીએ નંદન રાજષિના ભવમાં કલું દુરસ્તપન્માપવાસનું તપ કે જે સમગ્ર દુઃસાધ્ય કાર્યને સાધવામાં સમર્થ છે, તેને સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ એ તપ નિરંતર કરે.
આ પ્રમાણે શ્રીતપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશ કપલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં તપના વિષય ઉપર નંદન મુનિના વર્ણન નામને તેરમે પલ્લવ સમાપ્ત થયે.
પહલવ ૧૪ મે. દેવોએ પૂજેલા અને ત્રણ જગતના નાયક શ્રીઅનંત જિનેશ્વર અનંત સુખને આપનારા થાઓ. તપનું સ્વરૂપ કહ્યા પછી હવે ભાવ નામનું ચાદમું દ્વાર કહે છે
માવો ભાવ એટલે મનના શુભ પરિણામ વિશેષ. તે ધર્મને એ ભેદ છે. તે નિરંતર પંડિતાએ આસધવા યોગ્ય છે. જેમ સર્વ સમુદ્રમાં રવયંભૂરમણ સમુદ્ર મુખ્ય છે, તેમ સર્વ ધર્મોને વિષે