________________
( ૧૪૯) કઈ મિથ્યાદ્રષ્ટિ દેવ છાશે. માટે તેને તે વાત સમજાવું ” એમ વિચારી તેનું અત્યંત હિત ઈચ્છતી તે દેવી આભીરીનું રૂપ કરી માથે છાશનો ઘડો મૂકી છાશ લે છાશ એમ મેટે સ્વરે બેલતી સાધુના ઉપાશ્રય પાસેથી વારંવાર જાવ આવ કરીને સાધુના કાન ફાડવા લાગી. તેથી શ્રવણના સફેટને નહીં સહન કરી શકતા તે સાધુ બોલ્યા કે “હે ! શું આ સમય છાશ વેચવાને છે?” ત્યારે તે બોલી કે “હ જગતના મિત્ર! જે આ છાશ વેચવાને સમય નથી, ત્યારે શું તમારે આ વાધ્યાયને સમય છે ? હે મુનિ ! ઉપગ આપો.” તે સાંભળી મુનિએ ઉપયોગ આપી કાળને વ્યતિક્રમ જાતેથી મિથ્યાત આપી તેણે પિતાને આત્મા નિર્મળ કર્યો.
કોઈ એક વખત અર્ધ રાત્રીએ અતુલ બુદ્ધિના સ્થાનરૂપ કઈ આચાર્ય પિતાના શિષ્યને ઉંચે સ્વરે શાસ્ત્રને અર્થ સમજાવતા હતા. તે વખતે ઉપાશ્રયની પાસે કોઈ મછીમાર ફરતો હતે, તેણે ગુરૂના મુખથી ઘણું માછલાંઓ ઉત્પન્ન થાય એવા એક ચૂર્ણની હકીક્ત સાંભળી; તેથી તેવું ચૂર્ણ બનાવીને તે મછીમારે પિતાના ઘડાના પાણીમાં નાંખ્યું, એટલે તે ચૂર્ણના પ્રભાવથી તેમાં ઘણાં માછલાઓ ઉત્પન્ન થયાં. લોકો કહે છે કે“મણિ, મત્ર અને ઔષધિઓ પૃથ્વીતળ ઉપર અચિંત્ય પ્રભાવવાળી હોય છે” તે વાત સત્ય છે. પછી તે મચ્છીમાર ચર્ણના પ્રયોગથી ઘણુ મત્સ્ય ઉપજાવી તેને વેચીને સુખે સુખે પિતાની આજીવિકા કરવા લાગ્યું, અનુક્રમે ધનાઢ્ય પણ છે. એકદા ગુરૂ એ તેને જોઈને પૂછ્યું કે-“તું સુખે કરીને તારે નિર્વાહ શી રીતે કરે છે ત્યારે તે બે કે-“આપની કૃપાથી મારી આજીવિકા સુખે કરીને ચાલે છે.” ગુરૂએ પૂછયું-“અમારી કૃપા શી રીતે ? ” ત્યારે તેણે ગુરૂની પાસે ખરી હકીક્ત નિવેદન કરી. તે સાંભળી ગુરૂને અતિ ખેદપૂર્વક વિચાર થયો કે “અહે! અને