________________
(૧૩૦).
સુભદ્રાની કથા, આ ભરતક્ષેત્રમાં શ્રીવસતપુર નામનું નગર છે. તે સમુદ્રની જેમ વહાણની જેવા ફરતી ધ્વજાઓવાળા મંદિરોએ કરીને મનહર છે. તે નગરમાં આકાશમાં સૂર્યની જેમ શત્રુરૂપી નક્ષ2ના તેજને જીતનાર અને અન્યાયરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર જિતશત્રુ નામે રાજા હતા. તે નગરમાં સમૃદ્ધિવાળા જમાં શિરેમણિ જિનદત્ત નામને શ્રાવક રહેતું હતું. તેને જૈનધર્મમાં આસક્ત ચિત્તવાળી ધર્મદત્તા નામની પત્ની હતી. તેઓને સુભદ્રા નામની પુત્રી થઈ હતી. તે ધર્મક્રિયામાં ઉધમવાળી, અપ્સરાના રૂપને પણ જીતનારી અને લાવણ્ય રૂપી અમૃતની વાવ સમાન હતી. તેના પિતા તેને શ્રાવક વિના બીજા ધર્મની સાથે પરણાવવા ઈચ્છતા ન હતા.
એકદા ચંપા નગરીથી બુદ્ધદાસ નામને એક વણિકપુત્ર વેપાર કરવા માટે તે નગરમાં આવ્યો તે પિતાની દુકાને બેઠે હતું, તેવામાં જિનેશ્વરની પૂજા કરવા ચૈત્યમાં જતી તે કુમારીને તેણે જોઈ, એટલે તે તેના રૂપ ઉપર મોહિત થયે. જુઓ, ઇંદ્રિયની ચપળતા કેવી છે ? આ પાંચે ઇદ્રિના વિષયે યેગીઓને પણ દુજે છે. કહ્યું છે કે – “થોડા દિવસ રહેનારી અને મદને કરનારી યુવાવસ્થામાં દુષ્ટ આત્માવાળા પ્રાણીઓ એ અપરાધ કરે છે કે જેથી તેને આખો જન્મ નિષ્ફળ થઈ જાય છે. ” તે કન્યાને પરણવાના હેતુથી બુદ્ધદાસ કપટથી શ્રાવક બની હંમેશાં સાધુ પાસે ધમ સાંભળવા જવા લાગ્યું અને થોડા દિવસમાં જ તેણે જેનધર્મનાં તો જાણી લીધાં. તે વણિકપુત્રને તત્વજ્ઞાની જાણ જિનદત્તે પિતાની પુત્રી આપી. તેમના પાણિગ્રહણના ઉત્સવમાં તેણે તેમને ઘણું દાન પણ આપ્યું. ત્યારપછી તે બુદ્ધદાસ કેટલાક કાળ ત્યાં રહી ધન ઉપાર્જન કરી તે કન્યાને લઈ પિતાની