________________
(૧૩૨). મહ કે પોતાને પુત્ર પણ જે કુશળ હોય તે તે લોકોને વલભ થતું નથી. ” આ વૃત્તાંત સુભદ્રાએ કઈ પણ કારણથી જાણ્યો, તેથી જૈનધર્મની નિદાને નાશ કરવા માટે તેણે કાત્સર્ગ કર્યો. તે વખતે તેના નિર્મળ અને અનુપમ શીળના પ્રભાવ રૂપી પવનથી પ્રેરાયેલ વજાની જેમ શાસનદેવીનું આસન કંપ્યું. તેથી રાત્રિને સમયે શાસનદેવીએ આવી તેને કહ્યું કે–“ હે ભદ્રે ! તે મારું સ્મરણ શા માટે કર્યું છે?” તે બોલી કે – “હે માતા ! મારા અપવાદનું હરણ કરી જિનેશ્વરના મતને ઉોત કરે.” ત્યારે દેવીએ કહ્યું કે–“હું પ્રાત:કાળે નગરીના સર્વે દ્વાર બંધ કરીને આકાશમાં અદશ્ય રહી લેકેને કહીશ કે કઈ મન, વચન અને કાયાએ કરીને શુદ્ધ શીળવ્રતને પાળનારી સ્ત્રી ચાળણીમાં જળ રાખી તે જળ દરવાજાને છાંટે તે નગરીના દરવાજા ઉઘડે. આવું કાર્ય તારાથી બનશે, તેથી હે ભદ્રે ! તારું કલંક જશે ને યશ થશે.” એમ કહી દેવી અદશ્ય થઈ અને સુભદ્રા મનમાં આનંદ પામી. પછી પ્રાત:કાળે નગરીના દરવાજા બંધ જોઈ તેને ઘણા પ્રયાસથી ઉઘાડવા માંડ્યા, તે પણ તે ઉઘડ્યા નહીં, ત્યારે સમગ્ર પુરજને કેદીજનોની જેમ આકુળ વ્યાકુળ થઈ ગયા અને દેવેની પ્રાર્થના કરવા લાગ્યા. તે વખતે આકાશમાં વાણી થઈ કે- “કઈ સતી સ્ત્રી ચાળણીમાં પાણી લઈ દરવાજાને તે પાણી છાંટશે તે દરવાજા ઉઘડશે.” તે સાંભળી કેટલીક સ્ત્રીઓ પિતાના સતીપણાની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ચાળણીમાં જળ નાંખવા લાગી, પરંતુ તે જળ પોતાના યશની જેમ તેમાંથી નીકળી જવા લાગ્યું. ત્યારપછી સુભદ્રા તે કાર્ય કરવા તૈયાર થઈ તેને તેની સાસુ વિગેરેએ ઈર્ષ્યાથી કહ્યું કે “તારૂં સતીપણું અમે પહેલેથી જ જાણ્યું છે. હવે લેકના હાથે ચડવું રહેવા દે, અને છાની માની ઘેર બેસી રહે.” આ પ્રમાણે તેઓએ નિષેધ કર્યા છતાં પણ તે સતી સ્નાન કરી,ગંગાજળ જેવા ઉજ્વળ