________________
(૧૫) રાજાનાં અને રાણીનાં વસ્ત્રો ધોઈ લાવ.” ત્યારે તે બે કે– “ આજે ચાદશને દિવસ છે તેથી મારે વસ્ત્ર ધેવાના આરંભને નિયમ છે.” તેઓએ કહ્યું કે – “ એવો નિયમ શો ? તું રાજાની આજ્ઞાને ભંગ કરીશ તે મોટી આપત્તિમાં આવી પડીશ.” આ પ્રમાણે કહીને રાજસેવકેએ તથા બીજાઓએ તેને ઘણું પ્રેરણા કરી. ત્યારે તે વિચારવા લાગ્યું કે– “ જે મને રાજા તરફથી દંડ થશે તે લેકમાં જૈનધર્મની નિંદા થશે. માટે હવે મારે શું કરવું ? હું મેટા સંકટમાં આવી પડે છે. પરંતુ દઢતા વિનાને ધર્મ શા કામને ? માટે જે થવાનું હોય તે થાઓ, મારે મારે ધર્મનિશ્ચય છેડો નહીં.” એમ વિચારી મેટું સંકટ આવી પડ્યા છતાં પણ તે ધોબીએ તે દિવસે લૂગડાં ધોયાં નહીં. રાજાના સેવકેએ રાજાને અત્યંત ઉશ્કેર્યો, તેથી રાજા અત્યંત ક્રોધમાં આવી બોલ્યા કે— “આજ્ઞાને ભંગ કરનાર તે છે ને કુટુંબ સહિત હું નિગ્રહ કરીશ.” તેજ રાત્રિએ દૈવયોગે રાજાને શૂળની પીડા થઈ, અને તેથી ત્રણ દિવસ સુધી આખા નગરમાં હાહાકાર પ્રવર્તે. એટલે પેલા બેબીને કાંઈ કહી શકાયું નહીં. અહીં ચતુર્દશીને પૂર્ણિમા રૂપ પર્વના દિવસ ગયા પછી પડવાને દિવસે રાજાનાં વો જોઈને બીજને દિવસે બેબીએ તેને આપ્યાં. અહો ! ધર્મને પ્રભાવ કેવો છે કે જેથી અગ્નિ વડે મહાશીત નાશ પામે તેમ તે ધોબીની આપત્તિ નાશ પામી. અથવા તે જળના સંબંધથી લવણ ગળી જાય એ સ્વાભાવિકજ છે એટલે કે ધર્મના ગથી આપત્તિને નાશ થાય તે યુક્ત જ છે.
એકદા ચતુર્દશીને દિવસે રાજાના હુકમથી રાજસેવકોએ ઘાંચીને કહ્યું કે “આજે ઘાણી પીલીને તેલ કાઢી આપ.' તેણે કહ્યું કે - “મારે આજે નિયમ છે તેથી તેલ કાઢીશ નહીં.' આવા તેના જવાબથી રાજા તેની ઉપર પણ કોપાયમાન થયે.