________________
(૪૯) - ચારિત્રરૂપી રાજ્ય વિશેષ પ્રકારના કદ્દેશને નાશ કરનારું છે અને પરલોકમાં કલ્યાણને આપનારું છે, આ પૃથ્વીનું રાજ્ય તે મદોન્મત્તપણાથી જેમનાં હૃદય અંધ થયાં હોય તેવા પુરૂષોને જ ભેગવવા લાયક છે અને પરભવમાં અધોગતિને આપનારું છે, એમ વિચારીને મેરી રૂચિ (શ્રદ્ધા) વાળા જેમણે પૂર્વ જન્મમાં મોટા રાજ્યને ત્યાગ કરી શ્રીયુગધર ગુરૂની પાસે ચારિત્રરાજ્યને સ્વીકાર કર્યો હતો તે શ્રીચંદ્રપ્રભ નામના જિનેશ્વર અને જ્ઞાનાદિક લક્ષ્મી આપનારા થાઓ. ૮.
- અર્ધ ચંદ્રને આકારે રહેલા અર્ધ પુકરવરદ્વીપ રૂપી ક્રીડાસવરને વિષે શેભતા (રહેલા) પૂર્વ મહાવિદેહમાં પદ્મવન (પંડરીકિણી) નામની નગરી ૨૫ કમલિનીને વિષે ભ્રમર સમાન જેમણે પૂર્વભવમાં ચારિત્ર રૂપી મકરંદ (રસ)ને આસ્વાદ કરી પ્રદ્ધા (સમકિત) રૂપી મદની સંપદા પ્રાપ્ત કરી હતો, તે શ્રીસુવિધિ સ્વામી ધીર પુરૂએ હૃદયમાં સ્થાપન કરવા યોગ્ય છે. ૮.
અર્ધ પુષ્કરવર દ્વીપના ચૂડામણિ અને તત્તાતત્વનું વિવેચન કરનાર જેમણે પૂર્વ ભવમાં પત્તર એવું પોતાનું નામ સામ્રાજ્યની લક્ષ્મી અને ચારિત્રની લક્ષ્મીવડે યથાર્થ કરી અનુપમ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું, તે શ્રી શીતલનાથ સ્વામીને હું ભક્તિથી ભજું છું. ૧૦
પૂર્વ ભવમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના ભૂષણ સમાન જેને યેગીન્દ્રના ચરણ કમળ સેવવાથી તે અપૂર્વ સમ્યગ્દષ્ટિ રૂપ રસ પ્રાપ્ત થયો કે જેવી અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. તે રસમાં લીન થતાં સંસાર પણ જેને સુખકારક થયે તે શ્રીશ્રેયાંસ પ્રભુ અમારી લક્ષ્મીને માટે થાઓ.૧૧.
પૂર્વ ભવમાં પુષ્કરવર દ્વીપને વિષે હંસની જેમ કીડા કરનારા અને ભાવ શત્રુ રૂપી પર્વતોને છેદવામાં વજસમાન શ્રીવન્દ્રનાભ ગુરૂની વાણી રૂપી અમૃતસનું પાન કરવાથી જેણે મિથ્યાત્વ રૂપી વિષનું વમન કર્યું