________________
(700)
1
સાધ્વીને મહાવિદેહમાં લઇ ગઇ. ત્યાં પાંચમા ધનુષની કાયાને ધારણ કરતા મનુષ્યની પાસે શૈલી તે સાધ્વી હાથીઆની પાસે રહેલી કીડીની જેવી દેખાતી હતી. તેને જોઇને ત્યાંના સર્વે લેકા આશ્ચર્ય પામ્યા. પછી અગણિત સાધુઓ અને દેવાથી જેના ચરણ કમળ નમાતા હતા એવા શ્રીસોમાર જિનેશ્વરને પ્રણામ કરી તે સાધ્વીએ પ્રાયશ્ચિત્ત પૂછ્યુ કે-“હું સ્વામી ! બંધુના મરણથી ખેત પામતી મને તપરૂપી જળવડે શુદ્ધ કર.” ત્યારે ભગવાને કહ્યું કે“તેમાં તને પાપ લાગ્યું નથી.પરંતુ સંઘનુ વચન તે માન્યું નહીં, તેનુ પ્રાયશ્ચિત તને લાગ્યુ છે, માટે તેને મિચ્છાદુક્કડ દેજે. તારા ભાઈ સિરીયક તા તપના પ્રભાવથી સ્વર્ગે ગયા છે. તુ તે વિષેના એંઢ કરીશ નહીં. થેડી તપસ્યા પણ મોટા ફળવાળી થાય છે. ” પછી તત્કાળ સંઘના વચનનું અપમાન કર્યાં ખબત પ્રાયશ્ચિત્ત અંગીકાર કરી તેણે જિનેશ્વરને કહ્યું કે— “હું અહીં આવી છું તેની ખાત્રીને માટે મને કાંઈક નિશાની આપે. ” ત્યારે સ્વામીએ તેને ચાર નવી ચૂલિકા અને એક અક્ષત તથા અખંડ સુખસ્તિકા આપી. તે તેણે . જિનેશ્વરને વંદનાપૂર્વક ગ્રહણ કરી. ત્યાર પછી દેવીએ તેને ત્યાંથી ઉપાડી સધની પાસે મુકી. સ ંઘે પણ તરતજ કાયાત્સર્ગ પર્યો, સાધ્વીએ જિનેશ્વરના કહેલા પોતાના સમગ્ર વૃત્તાંત સંઘને નિવે દન કરી તે ચાર ચૂલિકા સભળાવી તથા અક્ષત સુખસ્તિકા તેને રૃખાડી. પછી સૂરિ મહારાજાએ તેમાંથી એ ચૂલિકાને દશવૈકાલિક સૂત્રને અંતે સ્થાપન કરી અને . એ ચલિકાને આચારાંગને છેડે સ્થાપન કરી. મૃગની જેવી ઉજ્જળ તે એક મુખવસ્તિકાવડે ભરતના પાંચસે મુનિનાં કપડાં થયાં. આ પ્રમાણે પ્રત્યાખ્યાનનું ફળ સાંભળીને ઘણા લાકા પ્રત્યા
,,
ખ્યાન લેવામાં આસક્ત-તત્પર થયા. ઉત્તમ પુરૂષાના ઉપક્રમ પૃથ્વી પર લાભને માટે કેમ ન થાય ? સિરીયકની