________________
(૧૦૫) ભળી નંદ રાજાએ પોતાને સેવક મકલી તેને તેડાવીને કહ્યું કે- “હે વિદ્વાન ! આ સજયને કાર્યભાર તું ગ્રહણ કર." તે બોલ્યો કે- “ હે રાજા ! હું વિચાર કરીને ગ્રહણ કરીશ.” રાજાએ “ બહુ સારૂં” એમ કહી તેને વિચાર કરવા રજા આપી. ત્યારે તે વાડીમાં જઈ વિચાર કરવા લાગ્યો કે
આ સંસારને ધિક્કાર છે. જે રાજમુદ્રાથી પિતાનું મરણ થયું, તેવી રાજમુદ્દાની કેણ ઈચ્છા કરે ? ” એમ વિચારી વેરાગ્યના રંગથી તેણે વ્રતને સ્વીકાર કરી રાજા પાસે જઈ તેને ધર્મલાભ આપે. રાજાએ પૂછયું કે “તમે શું આલેખ્યું (વિચા)?” સ્થૂલભદ્રે કહ્યું- “ મારું મસ્તક આલેચું અર્થાત્ કેશને લેચ કર્યો.” એમ કહી તે મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. રાજાએ વિચાર્યું કે “ખરેખર સ્થૂલભદ્ર પાછા ગણિકાને ઘેર જશે.” તેટલામાં સર્વ લેકે જુએ તેમ શુદ્ધ મન અને વસ્ત્રને ધારણ કરનારા તે મુનિએ ગુરૂ પાસે જઈ વ્રત અંગીકાર કર્યું.
લાભ આમ કહી તે મુનિ,
બાર વર્ષ સુધી સાડા બાર કોડ સુવર્ણને વ્યય કરી કેશા નામની વેશ્યાની સાથે જેણે દેગુંદક દેવની જેમ કામક્રીડાના સુખ રૂપી જળમાં સ્નાન કર્યું હતું તે મૂળભદ્ર મુનિએ અત્યંત તીવ્ર પણે ચેથા વ્રતનું પ્રતિપાલન કર્યું, અને ચતુમસ કરવા માટે વેશ્યાની ચિત્રશાળામાં રહ્યા છતાં તેણીના વચન રૂપી મેલ વડે લીંપાયા નહીં. તે સંબંધમાં કહ્યું છે કે-“આંબાની લુંબને તેડવી દુક્કર નથી, તેમ જ સરસવના ઢગલા ઉપર નૃત્ય કરવું પણ દુક્કર નથી. પરંતુ શકતાલ મંત્રીના પુત્ર મહાનુભાવ - ભદ્ર જે તપ કર્યું તે દુષ્કર છે. જગતમાં તેનાથી બીજે કે બી અને એગી છે જ નહીં. તે સ્થૂલભદ્ર મુનીશ્વર મનુષ્યના કલ્યા