________________
(૭૪)
થઈ, તેનીજ લેહ્ય રાખી, તેમાં જ અધ્યવસાય રાખી, તેમજ તીવ્ર અધ્યવસાય રાખી, તેનાજ અર્થમાં ઉપગ રાખી, તેમાં જ સર્વ ઇંદ્રિયોને સંક્રમાવી અને તેનાજ ધ્યાનમાં ભાવિત થઈ બને કાળ પ્રતિક્રમણ કરવું,” શ્રીસુધર્મા સ્વામી ગણધર વિગેરે પૂર્વના આચાર્યોએ રચેલું અને ભવ્યજીવોને અતુલ ફળને આપનારૂં પ્રતિક્રમણ અવશ્ય કરવા યોગ્ય છે, રાત્રિમાં અને દિવસમાં ઉત્પન્ન થયેલા પાપ રૂપી પંકને ધોઈ નાંખવા માટે શ્રાવકોને શુભ બુદ્ધિ રૂપી જળવડે પ્રતિક્રમણ રૂપી શુભ સ્નાન થાય છે, દઢ અંતઃકરણવાળા શ્રાવકે પ્રતિક્રમણ કરવાથી મહણસિંહની જેમ આ લેક અને પરલોકમાં સુખ લક્ષ્મીને ભજનારા થાય છે.
મહણસિંહની કથા. - સુખ સમૃદ્ધિના સ્થાન રૂપ અને અનુપમ ગ્રામોતથા ઉદ્યાનેવડે પૃથ્વીને શોભાવનાર દેવગિરિ નામે દેશ શોભે છે, તે દેશમાં અખૂટ લક્ષ્મીવાળે, મહેભ્યોની શ્રેણીમાં શિરોમણીભૂત, સજનપણાનું સ્થાન, ભાગ્યવાન અને ઉકેશ વંશના મુગટ સમાન જગસિહ નામનો એક ધનિક રહેતું હતું. તે ધનની અનર્ગળ વૃષ્ટિવડે સમગ્ર ભિક્ષુકોનું પિષણ કરતા હતા. રાજાની સભાને શણગારવામાં તે હીરા સમાન હતે. ગુણરૂપી લક્ષ્મીને રહેવાનું તે ઘર હતું. તેને શુભકર્મ રૂપી દેદિપ્યમાન વજરત્નની ખાણમાંથી ધનને સમૂડ પ્રાપ્ત થતું હતું. ઉજવળ યશના સમૂહ રૂપી તરંગેની શ્રેણીવડે તે આકાશને પણ ફેડી નાંખતો હતો. તે સંસારની અસારતાને સારી રીતે જાણતું હતું તેથી તેના અહંકાર અને દ્વેષભાવ ક્ષીણ થઈ ગયા હતા. તે વિવેકી, સદાચારી અને ચાર પ્રકારની બુધ્ધિને સાગર હતું. જગતના પ્રાણીઓને આનંદ આ પનાર હતું તથા હંમેશાં મનની વ્યથાને નાશ કરી સાતે ક્ષેત્રમાં ધનને વ્યય કરતે હતે.
એકદા તે દેશમાં લક્ષ ધનવાળાની સંપદા પણ ક્ષીણ થઈ જાય એ મહા ભયંકર દુકાળ પડશે; તેમાં કુશળતારહિતપણું