Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 8
________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧ ૭ —જંબુદ્વિપથી અસંખ્ય દ્વિપ-સમુદ્ર ગયા બાદ વ્યંતર દેવોના પણ નિવાસો આવે છે. [જો કે વ્યન્તર દેવો ત્યાં ઉત્પન્ન થતા નથી] ઉકત ચારે પ્રકારના, પોત-પોતાના સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો પોતાના સ્થાન લવણસમુદ્ર-મેરુપર્વત-વર્ષધ૨૫ર્વત-આદિસ્થાનોમાં પણ રહે છે. પરંતુ તે-તે સ્થાનોમાં કદાપી જન્મ ધારણ કરતા નથી. સિવાય, આ રીતે સ્વધર્મ-અપેક્ષાએ -જાતિ વૈશિષ્ય સામર્થ્યથી નિકાયો કહેલી છે. જેનું વિશેષ વર્ણન અગ્રીમ સૂત્રોમાં કરેલું છે. સમગ્ર વર્ણન-ભાવદેવ અપેક્ષાએ- શ્રી ભગવતી સૂત્રના ૧૨માં શતકના ૯ માં ઉદ્દેશામાં ૪૬૧માં સૂત્રમાં [ ૧૨/૯/૪૬૧] જણાવે છે કે-તિવિધાળ મંતે ! દેવા પળત્તા ? જોયા ! પવિધા લેવા પબ્બા દેવો પાંચ પ્રકારે કહયા છે. (૧) ભવ્યદ્રવ્ય દેવોઃ- જે મનુષ્ય કે તિર્યંચ મરણ પછી દેવ થનાર છે તેને આગામીભવને આશ્રીની ભવ્યદ્રવ્ય દેવ કહે છે. (૨)નરદેવઃ- ચૌદ રત્નોના અધિપતિ ચક્રવર્તિ શેષ મનુષ્યોથી ઉત્કૃષ્ટ હોઇ નરદેવા કહ્યા. (૩)ધર્મદેવઃ-યથોકત પ્રવચનઅર્થઅનુષ્ઠાયિ પણાને લીધે, સધ્ધર્મપ્રધાન વ્યવહારથી સાધુઓને ધર્મદેવ કહે છે. (૪) દેવાધિદેવ ઃ- તીર્થંક૨ નામકર્મના ઉદયવાળા તથા શેષ દેવોને પણ પૂજય હોવાથી તેને દેવાધિદેવ કહે છે. (૫)ભાવદેવઃ- દેવગતિનામકર્મના ઉદયથી જેણે દેવ - પર્યાયને ધારણ કરેલ છે, દેવાયુને વેદી રહયા છે. ક્રીડાદી અતિશયવર્તી છે તે ભાવદેવ કહેવાય. આ પાંચ ભેદ વર્તીદેવોમાં અહીં તેમજ આ સમગ્ર અધ્યાયમાં ફકત ભાવદેવોનું જ ગ્રહણ કરેલું છે. બાકીનું દેવપણું તો મનુષ્યોને પણ સંભવ છે. તેથી ફકત ભાવદેવને આશ્રીને જ ભવનપત્યાદિ ચારે ભેદો સમજવા - *પ્રશ્ન :- [૧] દેવોનું સ્વરૂપ અને ચાર નિકાય જણાવ્યા પણ પ્રત્યક્ષ રૂપે દેવ તો દેખાતા નથી. પછી તેનું અસ્તિત્વ છે તે કેમ માનવું ? દેવગતિના એક વિભાગને આધારે બાકીના ભેદોના અસ્તિતત્વ નું અનુમાન થઇ શકે છે જેમકે જયોતિષ્ક દેવોનું અસ્તિત્વ પ્રત્યક્ષ છે માટે બાકીના દેવો પણ છે તેમ સમજી લેવું. જૈ પ્રશ્ન :- [૨] તેવા: બહુ વચન કે મુકયું ? દેવોના અંતર્ગત ભેદ અનેક છે તેથી દેવા: બહુવચન મુકયું. * પ્રશ્ન :- [૩] દેવોતો ત્રણેલોકમાં છે છતાં અહીં ચોથા અધ્યાયમાં ઉર્ધ્વલોકની જ ઓળખ કેમ ? ભવનપતિ - વ્યંતર અઘોલોકમાં છે, જયોતિષ્ક મધ્યલોકમાં છે, છતાં ઉર્ધ્વલોકમાં દેવો છે તેવું જે કહેવાય છે, અથવા ચોથો અધ્યાય ઉર્ધ્વલોક વર્ણન - પ્રધાન છે તેવું જે કથન થાય છે તે વૈમાનિક દેવોને આશ્રીને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186