Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ * તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –દેવ શબ્દના વિશેષણ જેવો જણાતો આ શબ્દ દેવો ના ભેદને દર્શાવે છે. –નિવય-નિકાય એટલે અમુક સમૂહ અથવા જાતિ,દેવોની ચાર-જાતિ અથવા ચાર નિકાય છે (૧)ભવનપતિ (૨)વ્યંતર (૩)જયોતિષ્ક (૪)વૈમાનિક –-નિકાયનો બીજો અર્થ વાસ કે નિવાસ એવો થાય છે આવા નિવાસ કે ઉત્પત્તિ સ્થાન ભિન્ન ભિન્ન હોવાથી તે ભિન્નતા ને આશ્રીને ચાર ભેદ જણાવેલ છે. અથવા દેવગતિનામ કર્મોદયના સામર્થ્યથી બનેલા સમુદાયોને નિકાય કહે છે. જેમાં ભવનપતિ દેવગતિ નામકર્મના ઉદયથી ભવનપતિ દેવ થાય, વ્યંતર દેવગતિ નામકર્મના ઉદયથી વ્યંતર દેવ થાય, જયોતિષ દેવગતિ નામકર્મોદયથી જયોતિષ્ક થાય અને વૈમાનિક દેવગતિ નામકર્મોદય થી વૈમાનિક થાય. -નિવાસ:- નિશ્ચય નો બીજો અર્થ નિવાસ કર્યો છે. તે મુજબ ચારે નિકાયના દેવોનો ભિન્નભિન્ન નિવાસ કે ઉત્પત્તિ સ્થાન કયું? -૧-વનપત્તિ: રત્નપ્રભા પૃથ્વી પીંડના ૧,૮૦,૦૦૦યોજનમાંથી ઉપર-નીચેના એક એક હજાર યોજનને વર્જીને વચ્ચેના ૧,૭૮,000 યોજનમાં ૧૩ પ્રતર મધ્યે ૧૨ આંતરા આવેલા છે. આ બાર આંતરામાં પહેલા-છેલ્લા આંતરાને છોડીને વચ્ચેના ૧૦-આંતરા ખાલી જગ્યા માં દેવો ભવનપતિ દેવોની ઉત્પત્તિ તથા નિવાસ સ્થાન છે. -ર-વ્યન્તર:- રત્નપ્રભા પૃથ્વીના ૧,૮૦,૦૦૦ યોજનમાંથી જે ઉપરના ૧૦૦૦ યોજન છોડેલા છે. તે ૧૦૦૦ યોજનમાં પણ ઉપર નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦૦ યોજનમાં વ્યંતર નિકાય દેવાનો નિવાસ અને ઉત્પત્તિ સ્થાન છે. [ઉપરના જે ૧૦૦ યોજન છોડવામાં આવેલા છે તેમાં પણ ઉપર-નીચેના ૧૦-૧૦ યોજન છોડી દઇએતો વચ્ચેના ૮૦યોજનમાં વાણવ્યંતર દેવોનો નિવાસ તથા ઉત્પત્તિસ્થાન અન્યગ્રન્થમાં કહેલા છે] -૩- જયોતિષ્કઃ-સમભૂતલ પૃથ્વીથી ઊંચે [ઉર્ધ્વદિશામાં ૭૯૦યોજન ગયા બાદ ૧૧૦ યોજન ઊંચાઈ સુધીના વિસ્તારમાં જયોતિષ્ક દેવ જન્મ ધારણ કરે છે અને તેઓના ત્યાં નિવાસ પણ આવેલા છે. -૪-વૈમાનિક:- જયોતિષ્કના નિવાસ સ્થાનથી કંઇક સાધિક અર્ધ-રજજુ ઉપર ગયાબાદ સૌધર્મલ્પ થી સર્વાર્થસિધ્ધિ વિમાન પર્યન્ત વૈમાનિક દેવો જન્મ ધારણ કરે -ઉત્પન્ન થાય છે. પ્રત્યેક વૈમાનિક દેવોનો જન્મ પોત-પોતાના વિમાનો માં જ થાય છે. તેમનો નિવાસ પણ તે-તે વિમાનો જ કહેવાય છે. આ રીતે ઉત્પત્તિસ્થાનશ્રિત ચાર ભેદો જોયા. તેમાં વિશેષતા એટલીકે તેઓ પોતાના આ નિવાસ સ્થાનો સિવાય –અન્યસ્થાનોમાં પણ ગમનાગમન કરી શકતા હોય છે. –ભવનપતિ આદિ દેવો લવણ સમુદ્રાદિ નિવાસોમાં પણ રહે છે. –જંબુદ્વીપની જગની ઉપર આવેલી વેદિકા તથા અન્ય રમણીય સ્થળે પણ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186