Book Title: Tattvartha sutra
Author(s): Umaswati, Umaswami, Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ ખુશીથી આપીને આ આવૃત્તિને વિશેષ સમૃદ્ધ બનાવવા દેવા માટે પંડિતજીને આ સ્થળે આભાર માનું છું. પહેલી આવૃત્તિ વખતે જે મુદ્રણદોષ રહી ગયા હતા, તે આ વખતે સુધારી લીધા છે, એ કહેવાની જરૂર નથી. પરંતુ આ આવૃત્તિની વિશેષતાનું કારણ જુદું જ છે. તત્ત્વાર્થસૂત્રની હિંદી આવૃત્તિમાં પંડિતજીએ બે મુખ્ય અને આવશ્યક ઉમેરા કરાવ્યા છે. એક તે “તવાર્થસૂત્ર'નાં સૂત્રોને પાઠ અન્ય પાઠાંતરે સાથે અલગ તારવી આપે છે તે; અને બીજે, પુસ્તકને અંતે પારિભાષિક શબ્દોની વિસ્તૃત સૂચિ જોડી છે, તે. એ સૂચિને કારણે એ ગ્રંથ જૈન દર્શન અને આચારના સંદર્ભઠેષ જેવો બની ગયો છે. તે બંને ઉમેરા આ બીજી આવૃત્તિમાં કરી લીધા છે. એટલે પહેલી આવૃત્તિ જેની પાસે છે, તેને પણ આ બીજી આવૃત્તિ સંઘરવી ઉપયોગી થઈ પડશે એવું માનવું છે. ' ધાર્યા કરતાં ઓછા વખતમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ ખલાસ થઈ જતાં, આ ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની થાય છે. જૈન શાસ્ત્રના અભ્યાસીવર્ગમાં પંડિત સુખલાલજીની આ સફળ કૃતિ કેટલી ઉપયોગી તથા લોકપ્રિય થઈ પડી છે, તેને એ પુરાવો છે. આ આવૃત્તિ વખતે, મળેલી તકને લાભ લઈ, જે એકબે સ્થળેએ સામાન્ય અભ્યાસીની દૃષ્ટિએ કંઈક વિશેષ વિવરણ આપવાની જરૂર જેવું લાગ્યું, તે સ્થળે પંડિતજી સમક્ષ રજૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 667