Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ દસ મોક્ષ અને મોક્ષના હેતુઓ. એ બધામાં પણ સારભૂત મોક્ષ છે; તે પ્રશસ્ત ધ્યાનપૂર્વક જ હોય છે–એમ સમજીને આ ગ્રંથમાં મેં ધ્યાનનું જ કંઈક વર્ણન કર્યું છે. (લો. ૨પર)” આ રીતે કર્તાએ ધ્યાન ”ના વર્ણન પાછળ મનને કેન્દ્રિત કર્યું છે, તેમ છતાં તેમનામાં રહેલી કવિત્વશકિત અછતી રહેતી નથી; અને તે આ કતિની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે. ધ્યાન જેવો ગંભીર અને ગહન વિષય હોવા છતાં કર્તાએ ભાષાની મધુરતા છોડી નથી. વર્ણ, પદ કે શબ્દની પસંદગીમાં તેઓ ધ્યાની” કરતાં પણ “કવિ” વિશેષ રહ્યા છે અને તેને પરિણામે આવેલ સૌષ્ઠવમાં કવિની આગવી પ્રતિભા વરતાઈ આવે છે. આમ આ કૃતિમાં જે વર્ણમાધુર્ય, પદલાલિત્ય કે વાણીની પ્રાસાદિકતાનાં દર્શન થાય છે તે કર્તામાં રહેલા ભાષાપ્રભુત્વનો આપણને પરિચય કરાવે છે. ટૂંકમાં, એમ કહી શકીએ કે ધ્યાન અને સાહિત્ય એમ બન્ને રીતે અભ્યસનીય એવી આ કૃતિનું પ્રકાશન આ વિષયમાં પ્રવેશ કરનારને અવશ્ય ઉપયોગી થઈ પડશે. અહીં એક ખાસ નોંધ લેવાની કે જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી હાલ મુદ્રિત થઈ રહેલ “નમાર થય' (સંસ્કૃત વિભાગ)માં આ કૃતિમાંથી નમસ્કારવિષયક સંદર્ભ તારવીને ગુજરાતી અનુવાદ સાથે સમાવિષ્ટ કરવામાં આવેલ છે; પરંતુ આ સંદર્ભ વાંચ્યા પછી પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીને “તત્ત્વાનુશાસન'ની આખી કૃતિનું અવલોકન કરવાની , ભાવના થઈ અને તે અનુસાર સંસ્થાના માનનીય પ્રમુખ શેઠ શ્રી. અમૃતલાલભાઈએ જેમાં આ કૃતિ સંપૂર્ણપણે મુદ્રિત થયેલ છે તે અધ્યાત્મગ્રંથસંગ્રહ”ની નકલ મેળવી આપી. પ્રસ્તુત સંગ્રહનું સંપાદન શ્રી. ધન્યકુમાર જૈને કરેલ છે અને તેનું પ્રકાશન દિગંબર જૈન આચાર્ય સૂર્યસાગર સંઘ, મંદસૌર તરફથી થયેલ છે. “તવાનુશાસન' ઉપરાંત વૈરાગ્યમણિમાલા” આદિ અનેક કૃતિઓ આમાં સંગૃહીત કરવામાં આવી છે અને તે સાથે તેનું હિંદી ભાષાંતર પણ આપવામાં આવ્યું છે. લગભગ પંદરેક વર્ષ પહેલાં આ સંગ્રહનું ભેટ પુસ્તક તરીકે પ્રકાશન થયેલ અને ત્યારબાદ તેની બીજી આવૃત્તિ થઈ નથી. હમણાં તેની નકલો ખાસ ઉપલબ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102