Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 77
________________ તવાનુશાસન तथा ह्यचरमाङ्गस्य ध्यानमभ्यस्यतः सदा । निर्जरा संवरश्च स्यात्सकलाशुभकर्मणाम् ॥ ४३ ॥ २२५॥ आश्रवन्ति च पुण्यानि प्रचुराणि प्रतिक्षणम् । यैर्महर्द्धिर्भवत्येष त्रिदशः कल्पवासिषु ॥४४॥२२६ ॥ तत्र सर्वेन्द्रियामोदि मनसः प्रीणनं परम् । सुखामृतं पिबन्नास्ते सुचिरं सुरसेवितः ॥ ४५ ॥ २२७ ॥ ततोऽवतीर्य माऽपि चक्रवादिसम्पदः। चिरं भुक्त्वा स्वयं मुक्त्वा दीक्षां दैगम्बरीं श्रितः॥४६॥२२८ ॥ वज्रकायः स हि ध्यात्वा शुक्लं ध्यानं चतुर्विधम् । विधूयाष्टापि कर्माणि श्रयते मोक्षमक्षयम् ॥ ४७ ॥२२९॥ (અચરમશરીરીની મુક્તિ આ કેમ થાય છે –) સદા ધ્યાનનો અભ્યાસ કરતા અચરમશરીરી યોગીને સર્વ અશુભ કર્મોની નિર્જરા અને સંવર થાય છે, અને પ્રતિક્ષણ પ્રચુર પુણ્યકર્મનો આશ્રવ થાય છે. તેમના ઉદયથી તે ભવાંતરમાં ક૯૫વાસી દેવોમાં મહદ્ધિક દેવ થાય છે. ત્યાં (સ્વર્ગમાં) સર્વ ઈન્દ્રિયોને આહ્લાદક તથા મનને પ્રસન્નતા આપનાર એવા શ્રેષ્ઠ સુખરૂપ અમૃતનું પાન કરતો અને ચિરકાળ સુધી દેવોથી સેવાતો તે સુખેથી રહે છે. તે પછી ત્યાંથી ચ્યવીને મત્સ્ય લોકમાં પણ ચકવતિ આદિ પદોની સંપત્તિઓને લાંબાકાળ સુધી ભાગવિીને પોતે જ (વૈરાગ્યથી) છોડી દે છે અને દિગંબર દીક્ષાને અંગીકાર કરે છે. તે કાળે વજsષભનારાચ સંઘયણવાળો તે ચાર પ્રકારના શુકલધ્યાનને આરાધીને અને તેથી આઠે પ્રકારના કમોનો નાશ કરીને અંતે અક્ષય એવા મોક્ષને પામે છે. છે ૪૩–૪૭ ૨૨૫-૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102