Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 76
________________ ષષ્ઠ અદયાય ૫૯ શુકલધ્યાનની વ્યાખ્યા तत्त्वज्ञानमुदासीनमपूर्वकरणादिषु । शुभाशुभमलापायाद् विशुद्धं शुक्लमभ्यधुः ॥ ३९ ॥२२१ ॥ શુભ અને અશુભ કર્મમલ દૂર થવાથી અપૂર્વકરણદિ ગુણસ્થાનોમાં રાગદ્વેષરહિત એવું તત્વજ્ઞાન હોય છે, તે વિશુદ્ધ હોવાથી શુકલ કહેવાય છે. તે ૩૯ ૨૨૧ शुचिगुणयोगाच्छुक्लं कषायरजसः क्षयादुपशमाद्वा । माणिक्यशिखावदिदं सुनिर्मलं नि प्रकम्पं च ॥४०॥२२२॥ આ ધ્યાન શુચિ–પવિત્ર ગુણોના સંયોગથી શુક્લ કહેવાય છે. અથવા કષાયરૂપ રજના ક્ષય કે ઉપશમથી શુક્લ કહેવાય છે. આ ધ્યાન માણિક્યરત્નની શિખાની જેમ અત્યંત નિર્મલ હોય છે અને નિશ્ચલ હોય છે. ૪૦ | ૨૨૨ . रत्नत्रयमुपादाय त्यक्त्वा बन्धनिबन्धनम् । ध्यानमभ्यस्यतां नित्यं यदि योगिन् ! मुमुक्षसे ॥४१॥२२३॥ હે યોગિન ! જે તને મુક્ત થવાની ઇચ્છા હોય તો કર્મબંધના (પરિગ્રહાદિ) કારણોનો ત્યાગ કરીને અને રત્નત્રયનો અંગીકાર કરીને તું સદા ધ્યાનનો અભ્યાસ કર. ૪૧ | ૨૨૩ ! ध्यानाभ्यासप्रकर्षण त्रुट्यन्मोहस्य योगिनः। चरमाङ्गस्य मुक्तिः स्यात् तदाऽन्यस्य च क्रमात् ॥४२॥२२४॥ ધ્યાનાભ્યાસની ઉત્તરોત્તર વૃદ્ધિ થવાથી નાશ પામી રહ્યો છે મોહ જેનો એવો યોગી જે તે ચરમશરીરી હોય તો તે જ ભવમાં તેનો મોક્ષ થાય છે, બીજાની કમશઃ (થોડાક ભવોમાં) મુક્તિ થાય છે. ૪૨ ૨૨૪ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102